ગુજરાતમાં અત્યારસુધીમાં કેટલા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયુ? કપાસના વાવેતરમાં ઘટાડો
ચાલુ ચોમાસામાં મેધ મહેરથી ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાર્વત્રિક વરસાદના પગલે ખરીફ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ૨૫ જુલાઈ ૨૦૨૫ સુધીમાં રાજ્યભરમાં કુલ ૫૮.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે.
આ આંકડો કુલ અંદાજિત વાવેતર વિસ્તારના ૬૮.૨૩% જેટલો છે, જે દર્શાવે છે કે ખેડૂતોએ સમયસર વાવણી કરીને ચોમાસાનો પૂરો લાભ લીધો છે.

આ વર્ષે ખરીફ સિઝનમાં કયા પાકનું કેટલું વાવેતર થયું?
- કપાસ : રાજ્યમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. કુલ ૧૯.૬૨ લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. કપાસ ગુજરાતનો એક મુખ્ય રોકડિયો પાક હોવાથી તેનું મોટા પાયે વાવેતર થવું સ્વાભાવિક છે. જો તે ગયા વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે.
- મગફળી: બીજા ક્રમે મગફળીનો પાક આવે છે. કુલ ૧૯.૪૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મગફળી એક અગત્યનો ખાદ્ય તેલનો પાક હોવાથી તેનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે.
ચોમાસાની આ શરૂઆત ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે આશાસ્પદ સંકેતો આપી રહી છે. જો આગામી સમયમાં પણ વરસાદ અનુકૂળ રહેશે, તો ખેડૂતોને સારા ઉત્પાદનની અપેક્ષા રાખી શકાય છે.












Click it and Unblock the Notifications
