Teka Na bhave kharidi : ૧ નવેમ્બરથી બાજરી સહિતના ખરીફ પાકોની ખરીદી કરાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન
Teka Na bhave kharidi : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી તેમના મુખ્ય ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે.

સરકારે આ વર્ષે વિવિધ કૃષિ પાકો માટે MSP જાહેર કર્યા છે. જેમાં ડાંગર-કોમન માટે ૨,૩૬૯ પ્રતિ ક્વિન્ટલ અને ગ્રેડ-એ ડાંગર માટે ૨,૩૮૯ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરાયો છે.
આ ઉપરાંત, મકાઈ માટે ૨,૪૦૦, બાજરી માટે ૨,૭૭૫, જુવાર-હાઈબ્રીડ માટે ૩,૬૯૯, જુવાર-માલદંડી માટે ૩,૭૪૯ અને રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત, ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ૩૦૦/-નું બોનસ પણ ચૂકવવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. આ નોંધણીની પ્રક્રિયા આવતીકાલ ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી શરૂ થઈને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલશે.
ખેડૂતો સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે અથવા તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે જઈને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. કૃષિ પાકોની વાસ્તવિક ખરીદી ૧ નવેમ્બર ૨૦૨૫ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.
નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ કેટલાક મહત્ત્વના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ અને ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક) મુખ્ય છે. જો ગામ નમૂના ૧૨માં પાકની વાવણીની નોંધ ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો પણ જરૂરી રહેશે.
નિગમ દ્વારા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે નોંધણી માટે તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય રીતે અપલોડ થાય તેની કાળજી લેવી.
દસ્તાવેજોની ચકાસણીમાં જો કોઈ ખોટા કે અયોગ્ય ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS દ્વારા કરવામાં આવશે, અને ખરીદીના સમયે પણ ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન ફરજિયાત રહેશે.
વધુ માહિતી અને સહાયતા માટે ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
