ચૂંટણી માટે ખેડૂતોને પજવતી મોદી સરકાર, લોકસભા ચૂંટણીને જોતા ડૂંગળીની નિકાસ અટકાવી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત ખેડૂત વિરોધી હોવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે હવે ફરી આ વાત સાબિત થઈ રહી છે.

કેન્દ્ર સરકારે માર્ચ મહિના સુધી ડુંગળીની નિકાસ અટકાવી દેતા ડુંગળી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. માવઠાના માર વચ્ચે ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે.

Onion PRICE

ડુંગળીની નિકાસ અટકાવવી એ મોદી સરકારનો અંગત સ્વાર્થ
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તેનો ભોગ દેશના ખેડૂતોને બનવુ પડી રહ્યું છે. દેશમાં ડુંગળીના સ્ટોકમાં કોઈપણ પ્રકારની કમી ન હોવાના અહેવાલો વચ્ચે નિકાસ અટકાવતા સરકારની નીતિઓ પર ગંભીર સવાલ થઈ રહ્યા છે.

હકિકતમાં મોદી સરકાર લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને વચ્ચે સર્જાતી અછત અને ભાવ વધારાને કાબુમાં લેવા ખેડૂતોને મારી રહી છે. મોદી સરકાર મોંઘવારીથી બચવા ખેડૂતોનો ભોગ લઈ રહી છે.

ડુંગળીનો મુદ્દે સતત અસરકારક રહ્યો છે અને ડુંગળી એક મહત્વની વસ્તુ છે ત્યારે સામાન્ય માણસના રસોડાના બજેટ પર ડુંગળીના ભાવની અસરને જોતા સરકારે પોતાની ચૂંટણી જીતવાનો પ્લાન અત્યારથી જ અમલમાં મુકી દીધો છે. આ જ કારણ છે કે ચૂંટણી પહેલા જ ડુંગળીની અછત અટકાવી દીધી છે.

ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે
ડુંગળીની સરકારે નિકાસ અટકાવતા હવે ફરીથી રાજનીતિ અને ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે. વિવિધ સંગંઠનો સતત નિકાસ શરૂ કરવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષો પણ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ સતત પ્રતિબંધ હટાવવા માંગ કરી રહી છે
ડુંગળીની નિકાસ અટકાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને કોગ્રેસ સતત વિરોધ કરી રહી છે. હાલમાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો.

બીજેપી નેતાઓ પણ સતત નિકાસ શરૂ કરવા માંગ કરી રહ્યા છે
ડુંગળીની નિકાસ શરૂ કરવા માત્ર કોંગ્રેસ નહીં બીજેપી નેતાઓ પણ માંગ કરી રહ્યા છે. હાલમાં જ સૌરાષ્ટ્રના જાણીતા ખેડુત નેતા અને બીજેપી સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રમેશ ધડુક અને રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખીને ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા માગ કરી છે.

આ સિવાય ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા રજુઆત કરી છે.
જણાવી દઈએ કે, નિકાસ પર પ્રતિબંધના કારણે બજારોમાં ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે. આ માવઠા વચ્ચે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂતોને સારા ભાવ ન મળતા હવે ખેડૂતો ડુંગળીને ફેંકી દેવા મજબુર થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X