For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kisan Rail: ગુજરાતનાં કેળાં અને ચીકુનો સ્વાદ દિલ્હીવાસીઓ ચાખશે!

Kisan Rail: ગુજરાતનાં કેળાં અને ચીકુનો સ્વાદ દિલ્હીવાસીઓ ચાખશે!

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવેની કિસાન રેલની મદદથી ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોને રાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે. કિસાન રેલથી ફળો અને શાકભાજીના પરિવહન પર ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય તરફથી ભાડે 50 ટકાની સબસીડી મળે છે. જેનાથી ખેડૂતો પોતાની ઉપજનું સારું મૂલ્ય મેળવી શકે.

kisan rail

આ કડીમાં ગુજરાતના વડોદરાથી કેળાં અને ચીકુ લઈ કિસાન રેલ દિલ્હીના આદર્શનગર સ્ટેશન માટે રવાના થઈ છે. રેલવે મંત્રાલયે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. રેલવે મંત્રાલય મુજબ ગુજરાતના વડોદરાથી રવિવારે કિસાન રેલ 200.5 ટન કેળાં અને 7.6 ટીન ચીકુ લઈને દિલ્હી જવા માટે રવાના થઈ ચૂકી છે જે આજે એટલે કે સોમવારે દિલ્હી પહોંચશે. ઉપજને નવું માર્કેટ મળતાં ખેડૂતોને લાભ મળશે.

કિસાન રેલથી ખેડૂતોને શું લાભ થશે?

કિસાન રેલની મદદથી ખેડૂતોની ઉપજ અને ઉત્પાદનોની પહોંચ નવા બજાર સુધી થઈ છે. જેથી તેમને ઓછામાં ઓછા સમય અને ઓછા ભાડે સારા ભાવ મળી શકે. જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ 2020-21માં કિસાન રેલ ચલાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. કિસાન રેલ ચલાવવાનો ઉદ્દેશ્ય કૃષિ ુત્પાદનો, ફળ, શાકભાજી અને ડેરી ઉત્પાદનોને તેમના ઉત્પાદન અને અધિકતા વાળા સ્થળોએ ખપત વાળા બીજા વિસ્તારોમાં મોકલવાની છે. કિસાન રેલ દ્વારા પરિવહન પર ખેડૂતોને ભાડે 50 ટકાની સબસીડી મળે છે. એવામાં ખેડૂતો રેલવેની આ સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે.

English summary
Kisan Rail: First train loaded with banana and chiku will arrive delhi today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X