Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kisan Samman Nidhi : બજેટમાં થઈ શકે છે કિસાન સન્માન નિધિમાં મોટો ફેરફાર

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું બીજી ટર્મનું છેલ્લુ અને વચગાળાનું બજેટ રજુ કરવા જઈ રહ્યા છે. આ બજેટમાં કિસાન સન્માન નિધિને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.

વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાતની અપેક્ષા નથી પરંતુ સરકાર પીએમ કિસાન સન્માન નિધિની ચૂકવણીમાં 50 ટકાનો વધારો કરીને 6000 થી 9000 રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે.

Kisan Samman Nidhi

અર્થશાસ્ત્રીઓ અનુૂસાર, ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ચૂકવણીમાં વધારો એ કેન્દ્રીય બજેટ 2024 દરમિયાન અપેક્ષિત ત્રણ મુખ્ય સામાજિક ક્ષેત્રની ઘોષણાઓમાંથી એક હોઈ શકે છે.

આ સિવાય અર્થશાસ્ત્રીઓએ એક સર્વે દરમિયાન એમ પણ કહ્યું કે કેન્દ્રની પીએમ આવાસ યોજના બજેટ 2024માં સરકારના મુખ્ય ફોકસમાંથી એક હશે.

વિશ્લેષકો અનુસાર, આ રકમ 8,000 થી 10,000 રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે કેટલાકનો અંદાજ છે કે PM-કિસાન માટે નાણાકીય સહાય દર વર્ષે 9,000 રૂપિયા થઈ શકે છે.

ગયા વર્ષના બજેટ મુજબ પીએમ કિસાન યોજનાનો ખર્ચ 60,000 કરોડ રૂપિયા હતો. આ વર્ષે તેમાં 50 ટકાનો વધારો થવાની ધારણા છે. કલ્યાણ યોજનાઓ ઉપરાંત કેન્દ્ર મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે. ખાનગી ક્ષેત્રનું રોકાણ હજુ પણ તમામ ક્ષેત્રોમાં તેજી નથી કરી રહ્યું.

2019 માં PM નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય અમુક અપવાદોને આધીન ખેતીલાયક જમીન ધરાવતા દેશભરના તમામ જમીન ધરાવનાર ખેડૂત પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે.

યોજના હેઠળ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા 2000 ના ત્રણ માસિક હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયાની રકમ જારી કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X