Krushi mahotsav : ગુજરામમાં આજથી બે દિવસ રવિ કૃષિ મહોત્સવ ઉજવાશે
Krushi mahotsav : ગુજરાતભરમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કૃષિ ક્ષેત્રને આધુનિક ટેકનોલોજી અને નૂતન પદ્ધતિઓથી સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 14 અને 15 ઓક્ટોબર 2025 ના રોજ રાજ્યભરમાં રવિ કૃષિ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં 14 ઓક્ટોબરના દિવસને ખાસ કૃષિ વિકાસ દિન તરીકે સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે.
આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પંચમહાલ-ગોધરાના છબનપુર ગામ ખાતેથી કરવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ અંતર્ગત આ રવિ કૃષિ મહોત્સવ-2025 રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ 261 સ્થળો ખાતે યોજાશે.
આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતના આશરે 3 લાખથી વધુ ખેડૂતો ભાગ લે તેવી સંભાવના છે. વિવિધ સ્થળોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.












Click it and Unblock the Notifications
