For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે બધી જ પ્રકારની ડુંગળીના એક્સપોર્ટ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો

સરકારે બધી જ પ્રકારની ડુંગળીના એક્સપોર્ટ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર ડુંગળીની કિંમતો નાગરિકોને રડાવી રહી છે. વધતી કિંમતો બાદ કેન્દ્ર સરકારે તમામ પ્રકારની ડુંગળીના નિકાસને તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધિત કરી દીધું છે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદની કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. આ કારણે ઘરેલૂ બજારમાં ડુંગળીની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે.

ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો

ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો

જનરલ ઑફ ફૉરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં કહ્યું કે તમામ પ્રકારની ડૂંગળીના એક્સપોર્ટ પર તરત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેમાં બેંગલુરુ રોજ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ ચે.ત એક અધિકારીએ કહ્યું કે દેશમાં ડુંગળીની કિંમત વધી ગઈ છે અને ઘરેલૂ બજારમાં તેની કમી આવી છે. આ કમી મૌસમી છે પરંતુ કોવિડ 19 મહામારી દરમ્યાન પાછલા કેટલાક મહિનાથી ડુંગળીનું ભારે એક્સપોર્ટ થયું છે. ભારતે એપ્રિલ-જૂન દરમ્યાન 19.8 કરોડ ડૉલરની ડુંગળીનું એક્સપોર્ટ કર્યું.

ડુંગળીના ભાવ વધતાં આ નિર્ણય લીધો

ડુંગળીના ભાવ વધતાં આ નિર્ણય લીધો

એક અઠવાડિયા સુધી દેશમાં રિટેલ બજારમાં 15થી 20 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહેલી ડૂંગળી હવે 45થી 50 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. એશિયાની સૌથી મોટી સબ્જી મંડી, દિલ્હીની આજાદપુર મંડીમાં આજે ડુંગળીનો હોલસેલ રેટ 26થી 37 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. દક્ષિણ એશિયાઈ વિસ્તારોમાં ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ તાય છે. આ કારણે બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશ પણ ભારતીય ડુંગળી પર જ નિર્ભર રહે છે.

ભારે વરસાદને પગલે નુકસાન થયું

ભારે વરસાદને પગલે નુકસાન થયું

વેપારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદને પગલે ડુંગળીના પાકને અતિશય નુકસાન થયું છે. જેને કારણે ડુંગળીના ઉત્પાદનમાં કમી આવતાં તેની કિંમતો પણ વધી છે હજી પણ આગામી 15 દિવસ સુધી ડુંગળીની કિંમતમાં ઘટાડો થાય તેવા કોઈ અણસાર જોવા નથી મળી રહ્યા. સરકારે પ્રતિબંધિત કરેલી ડુંગળીમાં તમામ પ્રકારની ડુંગળી આવી જાય ચે જેમાં આખી ડુંગળી, કટકી અને ડુંગળી પાવડર પણ સામેલ છે.

PM-SYM Yojana: મોદી સરકાર દર મહિને 3000 રૂપિયા આપી રહી છે, જાણો યોજના વિશેPM-SYM Yojana: મોદી સરકાર દર મહિને 3000 રૂપિયા આપી રહી છે, જાણો યોજના વિશે

English summary
modi sarkar bans export of all kind of onions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X