આ દેશમાં સૌથી વધુ લોકો ખેતી સાથે જોડાયેલા છે, જાણો ભારતનું સ્થાન ક્યાં છે?
ભારત સહિતના ઘણા વિકાસસીલ દેશોમાં ખેતી પર લાખો લોકો જીવે છે. સીધી રીતે ખેતી કરતા ખેડૂતો સિવાય ખેતમજુરોની મોટી સંખ્યા આવા દેશોમાં છે.
આજે આપણે દુનિયાના એ દેશો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં સૌથી વધુ લોકો ખેત મજુરી કરે છે. આ લિસ્ટમાં ભારતનું નામ સૌથી ઉપર છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયામાં સૌથી વધુ ખેત મજુરોની સંખ્યા ભારતમાં છે. The World Ranking ના અહેવાલમાં આ વાત સામે આવી છે.
અહેવાલ અનુસાર, ભારતમાં 272 મિલિયન ખેત મજુરો છે ને તેઓ કુલ કર્મચારીઓના 43 ટકા છે. ભારતની કુલ વસ્તી 1.42 અબજ છે એટલે કે દેશમાં ખેત મજુરોની સંખ્યા કુલ વસ્તીના લગભગ 19 ટકા છે.
ચીન આ લિસ્ટમાં બીજા સ્થાને છે. અહીં ખેત મજુરોની સંખ્યા 229 મિલિયન છે અને તે કુલ કર્મચારીઓના 25 ટકા છે. આ પછી ઇથોપિયા 59 મિલિયન ખેત મજુરો સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ઇન્ડોનેશિયા 51 મિલિયન ખેત મજુરો સાથે ચોથા સ્થાને છે.
પાકિસ્તાન આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. પાકિસ્તાનમાં ખેત મજુરોની સંખ્યા 40 મિલિયન છે. આ પછી નાઈજીરિયામાં 40 મિલિયન ખેત મજુરો છે. આ વિસ્ટમાં આગળનું નામ ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ કોંગો છે. અહીં 36 મિલિયન ખેત મજુરો છે.
આ પછી બાંગ્લાદેશ 36 મિલિયન, તાન્ઝાનિયામાં 32 મિલિયન અને વિયેતનામ 27 મિલિયન ખેત મજુરો છે.












Click it and Unblock the Notifications
