Nano Urea : હવે નેનો યૂરિયા અને DAP પર મળશે 2 લાખ સુધીનો મફત અકસ્માત વીમો

Nano Urea : આઈએફએફસીઓની યોજના હેઠળ ખેડૂતભાઈઓને ખેતી માટે ખાતર ખરીદી સાથે હવે નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળશે.

જો તમે આ યોજના હેઠળ IFFCO પાસેથી યૂરિયા નેનો યૂરિયા અથવા DAP ખાતર ખરીદો છો તો તમને મફતમાં રૂપિયા 1 લાખથી 2 લાખ સુધીનો અકસ્માત વીમો મળશે.

Nano Urea

IFFCO દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનામાં ખેડૂતોને મફતમાં વ્યક્તિગત અકસ્માત વીમો આપે છે. યોજના હેઠળ 25 બેગ યૂરિયા ખરીદો અને 1,00,000 સુધીનો વીમો મેળવી શકો છો. આ સિવાય 200 બોટલ નેનો યૂરિયા કે DAP ખરીદીને 2,00,000 સુધીનો વીમો મેળવી શકો છો. આ વીમાનો સમયગાળો 1 વર્ષનો રહેશે.

ખેતરમાં મશીનો, જંતુનાશકો અને અન્ય જોખમો વચ્ચે કામ કરતી વખતે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં આ યોજના ખેડૂતના પરિવારને આર્થિક સુરક્ષા આપે છે.

ખેડૂતોએ શું ધ્યાન રાખવું?

  • ખાતર ખરીદીની સ્લિપ સંભાળી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વીમા માટે તેનું હોવું જરૂરી છે.
  • ખાતરના પેકિંગ પર આપેલી યોજના અને વીમા સંબંધી માહિતી જરૂર વાંચવી.
  • જો અકસ્માત થાય તો સમયસર તમામ જરૂરી દસ્તાવેજો સાથે દાવો નોંધાવવો.

આ યોજના ખેડૂતોને માત્ર ખાતર નહીં પણ સાથે સાથે જીવલેણ જોખમ સામે નાણાકીય કવરેજ પણ આપે છે. કોઇ દુર્ઘટનામાં ખેડૂતનું મોત થતા તેના પરિવારને રાહત મળે છે અને આવી યોજના જીવનની અસલ જરૂરિયાત બની જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X