ડુંગળીના બફર સ્ટોક માટે NCCF એ 2826 ટન ડુંગળી ખરીદી

દેશમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, NCCF એ ડુંગળીના બફર સ્ટોકને મેન્ટેન કરવા માટે 2826 ટન ડુંગળીની ખરીદી કરી છે.

NCCF એટલે કે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, તેણે છેલ્લા ચાર દિવસમાં સીધા ખેડૂતો પાસેથી 2826 ટન ડુંગળીની ખરીદી કરી છે.

Onion farm

જણાવી દઈએ કે, સરકારે આ વર્ષે ડુંગળીનો બફર સ્ટોક ટાર્ગેટ વધારીને ત્રણ લાખ ટનથી પાંચ લાખ ટન કર્યો છે. ભાવને અંકુશમાં રાખવા સરકારે આ પગલુ ભર્યુ છે. બીજી તરફ સરકારે એ પણ જણાવ્યુ છે કે ખેડૂતો ગભરાઈને ઉતાવળે ડુંગળીનુ વેચાણ ન કરે. સરકારે NCCF અને NAFEDને સીધા ખેડૂતો પાસેથી એક લાખ ટન ડુંગળી ખરીદવા આદેશ કર્યા છે.

જણાવી દઈએ કે, આ બન્ને સંસ્થાઓ જ સરકારના બફર સ્ટોકને જથ્થાબંધ અને છૂટક બજારમાં વેચી રહી છે. દિલ્હી અને અન્ય શહેરોમાં ગુણવત્તાના આધારે ડુંગળી હાલ પ્રતિ કિલો 60 આસપાસ વેચાઈ રહી છે. સુધી છે.

એનસીસીએફના મેનેજિંગ ડિરેક્ટર અનીસ જોસેફ ચંદ્રાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, સહકારીએ 22 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરી છે.

તેમણે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં લગભગ 12-13 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને માંગના આધારે તેમની સંખ્યામાં વધારો કરવામાં આવશે. છેલ્લા ચાર દિવસમાં અમે લગભગ 2,826 ટન ડુંગળીની ખરીદી કરી છે. મોટાભાગની ખરીદી મહારાષ્ટ્રમાંથી કરવામાં આવી છે. કુલ એક લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X