PM Kisan Yojana : પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો મેળવવા આ કામ તાત્કાલિક કરી લો
PM Kisan Yojana : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-KISAN)ના આગામી 21મા હપ્તાનો લાભ લેવા માટે હવે ખેડૂત ID (ફાર્મર રજીસ્ટ્રી) બનાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
ભારત સરકારે આ નિર્ણય લીધો છે જેથી યોજનાનો લાભ યોગ્ય અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચી શકે.

જે ખેડૂતોએ હજુ સુધી આ રજીસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેમને તાત્કાલિક નોંધણી કરાવી લેવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે. રાજ્યમાં આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
નોંધણી કઈ રીતે કરાવી શકાય?
ખેડૂતો સરળતાથી પોતાનું ખેડૂત ID બનાવી શકે તે માટે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે.
- ગ્રામ્ય કક્ષાએ : તમે તમારા ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકો છો.
- મોબાઈલ એપ્લિકેશન : ખેડૂતો પોતે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ નોંધણી કરી શકે છે.
- કોમન સર્વિસ સેન્ટર (CSC) : નજીકના CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરની મદદથી પણ નોંધણી કરાવી શકાય છે.
આ નોંધણી વહેલી તકે કરાવી લેવાથી ખેડૂતોને 21મા હપ્તાનો લાભ સમયસર મળી રહેશે.












Click it and Unblock the Notifications
