Pomegranate Farming : દાડમની ખેતીનું હબ બનવા તરફ મોરબીનો હળવદ તાલુકો, કેમ ખેડૂતો દાડમની ખેતી અપનાવી રહ્યાં છે?
Pomegranate Farming: ક્યારેક પાણીના વાંકે ટળવળતો મોરબી જિલ્લાનો હળવદ તાલુકો નર્મદા કેનાલ આવતા ધીરે ધીરે ગુજરાતનું દાડમની ખેતીનું મોટુ હબ બની રહ્યો છે. તાલુકાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને મોટાપાયે દાડમનું વાવેતર કરી રહ્યાં છે.
આ તાલુકો સામાન્ય રીતે કપાસ, મગળફી, એરંડા, જીરૂ, ઘઉં અને તલ જેવા પરંપરાગત પાકો માટે જાણીતો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો આ તમામ પાકો છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે, બાગાયતીમાં પણ ખાસ કરીને ખેડૂતો દાડમની ખેતી તરફ વધુ આકર્ષાયા છે.

દાડમના વાવેતરમાં સતત વધારો
બાગાયત ખાતાના આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે આ વિસ્તારમાં અંદાજે 3560 હેક્ટરમાં દાડમનું વાવેતર થયુ છે અને ખેડૂતો મોટાપાયે દાડમનુ સતત વાવેતર કરી રહ્યા છે.
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં દાડમની ખેતી માટે અનુકુળ વાતાવરણ જોવા મળે છે. બનાસકાંઠા અને કચ્છ બાદ હવે પરિસ્થિતી અનુકુળ આવતાં મોરબી જિલ્લા અને તેમાં પણ હળવદમાં મોટાપાયે દાડમનું વાવેતર થઈ રહ્યું છે.
હળવદ તાલુકામાં દાડમનું મોટુ ઉત્પાદન
પરંપરાતગ ખેતીમાં વધી રહેલા ખર્ચ અને ઘટી રહેલા ઉત્પાદનથી પરેશાન ખેડૂતોને દાડમની ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. અહીંના વાંકિયા ગામના ખેડૂત કમલેશભાઈ જણાવે છે કે "દાડમની ખેતી ઓછા અને મોળા પાણીએ પણ થઈ શકે છે. આ સિવાય તેમને અન્ય પાકો કરતાં સારૂં વળતર મળે છે. "
બાગાયત ખાતા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકામાં 3500 હેક્ટરથી વધારે જમીનમાં દાડમની ખેતીથી ખેડૂતો વર્ષે અધધ 50 હજાર મેટ્રિક ટનનું ઉત્પાદન કરી રહ્યા છે.

હળવદની બાજુના ચુલી ગામના ખેડૂત ચિરાગ પટેલ જણાવે છે કે, "તેમને કપાસ અને મગફળી જેવી પરંપરાગ ખેતીથી વધારેમાં વધારે વર્ષે એક વીઘામાં 50 હજાર આસપાસ ઉત્પાદન મળતું હતું. હવે દાડમની ખેતીથી તેઓ 1 લાખથી લઈને 3 લાખ સુધીનું ઉત્પાદન લઈ શકે છે."
મજુરોની સમસ્યામાંથી છુટકારો
એક તરફ વધતા ખર્ચ તો બીજી તરફ મજુરોની કમીને કારણે પણ ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે. હળવદના ચરાડવા ગામના ખેડૂત અરવિંદભાઈ જણાવે છે, "દાડમના બગીચાના સંચાલનમાં સરળતા રહે છે અને મજુરોની
અછત હોય તો પણ જબરું નુકસાન નથી થતું."
અરવિંદભાઈ જણાવે છે કે, "દાડમની ખેતીમાં એક જ વ્યક્તિ 50 વીઘાના બગીચાનું સંચાલન કરી શકે છે. અન્ય પાકોમાં મજુરો ન મળવાને કારણે મોટુ નુકસાન ઉઠાવવું પડે છે તો દાડમમાં મજુરો નહીં મળે તો શું થશે? તેની ચિંતા કરવી પડતી નથી."
ઘર આંગણે માર્કેટ
સામાન્ય રીતે કોઈપણ પાકના ઉત્પાદન બાદ તેના વેચાણ માટે માર્કેટની જરૂર રહેતી હોય છે. હળવદમાં દાડમનું વાવેતર થતા હવે મોટી સંખ્યામાં વેપારીઓ વિસ્તારમાં આવતા થયા છે. આ વિસ્તારમાં 6 જેટલા દાડમના માર્કેટ ઉભા થતા હવે ખેડૂતોને તેમના માલના વેચાણ માટે સારી સુવિધા મળી રહી છે. આ પણ એક કારણ છે કે ખેડૂતો ઝડપથી દાડમની ખેતી તરફ વળી રહ્યા છે.
હળવદ વિસ્તારમાં આવેલા જીએમ ફ્રુટ માર્કેટના માલિક ધીરૂભાઈ જણાવે છે કે "આ વિસ્તારના ખેડૂતોની મહેનત તેમજ જમીન અને હવામાન અનુકુળ આવવાને કારણે ખેડૂતો દાડમની સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી રહ્યા છે."

ધીરૂભાઈએ જણાવ્યું કે, "હળવદ વિસ્તારમાં દાડમના ફળની સારી સાઈઝ અને મોટા ઉત્પાદનને કારણે વેપારીઓ ખેતરો સુધી પહોંચી રહ્યાં છે. આનાથી ખેડૂતોને માલ વેચવા માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નથી પડી રહ્યો."
મોટી સરકારી સહાય
સામાન્ય રીતે બાગાયત ખેતીને ખર્ચાળ ખેતી માનવામાં આવે છે. જો કે બાગાયત ખાતાની મોટી સહાયને કારણે પણ ખેડૂતો દાડમનું વાવેતર કરવા પ્રેરાયા છે. દાડમની ખેતી માટે હેક્ટર દીઠ 39400 રૂપિયાની સહાય મળે છે. આ સિવાય ડ્રીપમાં પણ સબસિડીને કારણે ખેડૂતો દાડમની ખેતી તરફ વળી રહ્યાં છે.
જણાવી દઈએ કે, ગુજરાતના કેટલાક વિસ્તારો દાડમની ખેતીને ખાસ અનુકુળ આવે છે. આ વિસ્તારોમાં મોરબી જિલ્લાનો હળવદ તાલુકો પણ સામેલ છે. આ જ કારણ છે કે હળવદ તાલુકાના ખેડૂતો ઝડપથી દાડમની ખેતી તરફ આકર્ષાય રહ્યા છે
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
