Rashmika Mandanna Deepfake Videos : ડીપફેક વીડિયોની ઓળખ કેવી રીતે કરવી? આ બાબતો પર ખાસ ધ્યાન આપો

નેશનલ ક્રશ બનેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાના એક વીડિયોએ સોશિયલ મીડિયાથી લઈને સરકાર સુધી તમામને હલાવી દીધા. રશ્મિકાના ડિપનેક વીડિયોને લઈને સરકારે ગાઈડલાઈન જારી કરવી પડી છે.

વાયરલ વીડિયોમાં રશ્મિકાના ચહેરા સાથે અન્ય એક યુવતીનું ફિગર જોવા મળ્યુ હતુ. આ વીડિયો વાયરલ થયા બાદ ભારત સહિત દુનિયાભરમાં ડીપફેક વીડિયો મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

Rashmika Mandanna

આ વીડિયો ફેક છે અને ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. રશ્મિકા મંદાનાએ પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો અને તેને ડરામણો ગણાવ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે ડીપફેક વીડિયો આ રીતે વાયરલ થયો હોય. આજે અમે તમને જણાવીશું કે તમે આવા વીડિયોને કેવી રીતે ઓળખી શકો છો?

મોર્ફ કરેલા વિડિયો અથવા ફોટોને સરળતાથી ઓળખવા મુશ્કેલ છે. તે એટલા શાર્પ હોય છે કે કોઈપણ વ્યક્તિ તેને પકડી શકતા નથી. ડીપફેક ટેક્નોલોજીમાં ફોટો કે વિડિયો એવી રીતે બનાવવામાં આવે છે કે તે અવાજને પણ બદલી નાખે છે.

આ જોઈને એવું લાગે છે કે તે એકદમ વાસ્તવિક છે. ડીપફેક ઘણા લેયર સાથે બનાવવામાં આવે છે. આ એક મલ્ટિલેયર પ્રોગ્રામ છે. આમાં બે અલ્ગોરિધમને એકસાથે મિક્સ કરવામાં આવે છે અને એક વીડિયો અથવા ફોટો બનાવવામાં આવે છે.

આવા વીડિયોને થોડુ ધ્યાન આપવાથી ઓળખી શકાય છે.સૌથી પહેલા વીડિયો પર ધ્યાન આપો કે જે વ્યક્તિ કે સેલિબ્રિટી બોલી રહ્યા છે તે આંખ મીંચી રહ્યા છે કે નહી.આ સિવાય ચહેરાની સ્થિતિ પણ થોડી અલગ હોઈ શકે છે.

જો વીડિયોમાં કલરિંગની સમસ્યા જોશો તો તમે સમજી શકશો કે આ એક ડીપફેક વીડિયો છે. તેનો અર્થ એ કે કૃત્રિમ ટેક્નોલોજી કોઈની પણ 100 ટકા નકલ કરી શકતી નથી. અમુક બાબતો છુટી જાય છે.

અશ્વિલ વીડિયો બનાવવામાં ડીપફેક ટેક્નોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નિકનો ઉપયોગ ફિલ્મો અને રાજકારણમાં પણ થાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ મોટાભાગે ખોટા કામો માટે કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X