સાબર ડેરીએ એક જ મહિનામાં બીજીવાર દૂધના ભાવ વધાર્યા
સાબર ડેરીએ એક જ મહિનામાં બીજીવાર દૂધના ભાવ વધાર્યા
સાબરડેરી દ્વારા એક જ મહિનામાં બે વખત દૂધના કિલો ફેટે વધારો થતાં પશુ પાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબર ડેરીએ પહેલી માર્ચે 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો અને આજે વધુ એકવાર દૂધમાં ભાવ વધારો કરાયો છે. ફરી વખત પ્રતિ કિલો ફેટનો 10 રૂપિયા ભાવ વધારો કરાયો છે. પશુ પાલકોની માંગને લઈ સાબર ડેરીએ એક જ માસમાં 20 રૂપિયાનો વધારો કરી દીધો છે. ગુજરાતના તમામ દૂધ સંઘો કરતાં સાબર ડેરીનો ભાવ સૌથી વધુ છે.

જો ભાવની વાત કરીએ તો સાબર ડેરી દ્વારા કિલો ફેટ હવે ભેંસના 730 અને ગાયના 313.60 અપાયો છે. આ ભાવ વધારો 21 માર્ચથી અમલી કરવામાં આવ્યો છે.
GMFCના ચેરમેન, શામળભાઈ પટેલે શું કહ્યું? અહીં વાંચો
"સાબર ડેરીએ ચાલુ વર્ષે પશુપાલકોના હિત માટે 1-3-2022થી 10 રૂપિયા કિલો ફેટે ભાવ વધાર્યો હતો, અને આજે 21 માર્ચ 2022થી બીજા 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ કિલો ફેટે ભેંસના 730 રૂપિયા ભાવ પશુ પાલકોને ચૂકવવાનું ડેરી બોર્ડે નક્કી કર્યું છે. જ્યારે ગાયને કિલો ફેટે 313.60 રૂપિયા ભાવ ચૂકવવાનું નક્કી કરેલ છે. દાણચારાના ભાવ અને કાચાના માલના ભાવ વધવાના કારણે પશુપાલકોનો ખર્ચ વધતો હતો અને તેમને પોસાતું નહોતું તેથી તેમની દૂધમાં પણ ભાવ વધારાની માંગ હતી. નિયામકોને પણ આ માંગ યોગ્ય લાગતાં પશુ પાલકો માટે ભાવ વધારો કરવાનું નક્કી કર્યું."
-
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી











Click it and Unblock the Notifications
