Saffron Farming : લાલ સોનાની ખેતી કરીને કરો કરોડોની કમાણી, જાણો તેની સાથે જોડાયેલી તમામ બાબતો
આજકાલ ખેડૂતો પરંપરાગત ખેતીથી આગળ વધીને મોટી કમાણી આપતી આધુનિક ખેતી તરફ આગળ વધ્યા છે. આજે આપણે આવી જ એક ખેતી વિશે વાત કરવાના છીએ, જેને લાલ સોનાની ખેતી કહેવામાં આવે છે.
સોનાને સોનું અને ક્રુડ ઓઈલને બ્લેક ગોલ્ડના નામે ઓળખવામાં આવે છે. આવી જ રીતે તમને જાણીને નવાઈ લાગશે કે કેસરની ખેતીને લાલ સોનું કહેવામાં આવે છે.

લાલ સોનું
કેસરને લાલ સોનું કહેવાય છે. આ ખૂબ મોંઘુ છે અને તેની માંગ હંમેશા રહે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો તેને લાલ સોનું પણ કહે છે. કેસરની ખેતીથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે.
જો તમને આ લાલ સોના એટલે કે કેસરની ખેતી વિશે જાણવામાં રસ હોય તો તમે અહીં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. કેસરની ખેતીથી દર મહિને 3 લાખથી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે.
કેસરની માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે
સામાન્ય રીતે દરેક વ્યવસાય માંગ અને પુરવઠાના આધારે ચાલે છે. દેશ અને દુનિયામાં કેસરની માંગ વધુ છે અને પુરવઠો ઘણો ઓછો હોય છે. આ જ કારણ છે કે તેની ખેતી હંમેશા નફો આપે છે. આ ફાયદાને ધ્યાનમાં રાખીને તેને લાલ સોનું પણ કહેવામાં આવે છે.
હાલમાં દેશમાં કેસરની કિંમત 2.50 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. આ દર કેસરની ગુણવત્તાના આધારે નક્કી કરવામાં આવે છે.
કેસરની ખેતી ક્યાં થાય છે?
કેસરની ખેતી માટે દરિયાની સપાટીથી 1500 મીટરથી 2500 મીટરની ઉંચાઈ પરની જગ્યા સારી માનવામાં આવે છે. કેસરની ખેતી માટે પૂરતો સૂર્યપ્રકાશ પણ જરૂરી છે. કેસરની ખેતી ઠંડી અને વરસાદની ઋતુમાં થતી નથી. જ્યાં સુધી તેના બીજનો સંબંધ છે તેના માટે 10 વાલ્વ બીજનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કિંમત 550 રૂપિયાની આસપાસ છે.
કેસરની ખેતી માટે કેવી જમીન જોઈએ
કેસરની ખેતી કરવા માટે રેતાળ અથવા ચીકણી કે ગોરાળુ જમીન જરૂરી છે. કેસરની ખેતી અન્ય જમીનમાં પણ સરળતાથી કરી શકાય છે. કેસરના ખેતરમાં પાણી ન ભરાવુ જોઈએ. જો આમ થશે તો કેસરનો પાક બરબાદ થઈ શકે છે. તેથી જ એવી જગ્યા પસંદ કરવી વધુ સારું માનવામાં આવે છે જ્યાં પાણીનો ભરાવો બિલકુલ ન હોય.
કેસરના વાવેતર માટે ખેતરની તૈયારી
કેસરના બીજ વાવતા પહેલાં ખેતરને સારી રીતે ખેડવું જરૂરી છે. આ ઉપરાંત જમીન ભરભરી બનાવ્યા પછી છેલ્લી ખેડ હેલા ખેતરમાં 90 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને પોટાશ પ્રતિ હેક્ટર ગોબરના ખાતર સાથે આપવું. તેનાથી કેસરના પાકમાં સુધારો થાય છે.
પર્વતીય વિસ્તારોમાં કેસરની લણણી માટેનો યોગ્ય સમય જુલાઈથી ઓગસ્ટ માનવામાં આવે છે, જ્યારે જુલાઈનો મધ્ય ભાગ તેના માટે સારો સમય છે. મેદાની વિસ્તારોમાં કેસરના બીજ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે વાવવા જોઈએ.
કેસરમાંથી કમાણી કેવી રીતે કરવી
કેસર સારી રીતે પેક કરીને નજીકના બજારમાં સારા ભાવે વેચી શકાય છે. તે જ સમયે, જો તમે કેસર ઓનલાઈન વેચી શકો છો તો તમે તેનાથી પણ વધુ નફો કમાઈ શકો છો. જો કોઈ વ્યક્તિ એક મહિનામાં 2 કિલો કેસર પણ તૈયાર કરીને વેચે તો તેની કમાણી 6 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.
કેસરમાંથી કમાણી કેવી રીતે થાય?
કેસર સારી રીતે પેક કરીને નજીકના બજારમાં સારા ભાવે વેચી શકાય છે. જો તમે કેસર ઓનલાઈન વેચી શકો છો તો તમે તેનાથી પણ વધુ નફો કમાઈ શકો છો. જો કોઈ વ્યક્તિ એક મહિનામાં 2 કિલો કેસર પણ તૈયાર કરીને વેચે તો તેની કમાણી 6 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
