farming tips : ઉનાળુ તલની ખેતીમાં આવતી જીવાતોથી થતુ નુકસાન અને નિયંત્રણ | sesame farming
sesame farming : શિયાળો પુરો થવામાં છે અને ઉનાળો શરૂ થાય તે પહેલા જ ઘણા ખેડૂતોએ આગોતરા તલના વાવેતર શરૂ કરી દીધા છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તલનું વાવેતર થાય છે.
ઉનાળુ તલમાં તડતડીયા, પાનકથીરી અને પાન વાળનાર ઇયળ મુખ્ય જીવાતો છે, જે પાકને નુકસાન પહોંચાડે છે. આ જીવાતોનું નિયંત્રણ કરવામાં આવે તો સારૂ ઉત્પાદન મળે છે.

pests in sesame farming : ઉનાળુ તલમાં આવતી મુખ્ય જીવાતો
તડતડીયા
ત઼ડતડીયાને લીલી પોપટી તરીકે ઓળખવામાં આવે છે. આ આછા લીલા રંગની હોય છે અને પાન ઉપર ત્રાંસા ચાલતી હોય છે. તડતડીયાં પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે, જેનાથી પાન પીળા પડી જાય છે અને છોડ કોકડાઈને સૂકાઈ જાય છે. આ જીવાત ગુચ્છપર્ણ રોગ ફેલાવામાં પણ સહાય કરે છે.
ત઼ડતડીયાના નિયંત્રણ માટે લીમડાની લીમ્બોળીની મીંજનો ભૂકો (500 ગ્રામ) અથવા લીમડા આધારિત દવા 20-40 મિલી 10 લિટર પાણીમાં ભેળવી છાંટો. રાસાયણિક દવાઓમાં ડાયમિથોએટ 30 ઈસી, ઈમીડાક્લોપ્રીડ 17.8 એસએલ અથવા થાયામેથોક્ઝામ 25 ડબલ્યુજીનો ઉપયોગ કરી શકાય છે.
પાનકથીરી
પાનકથીરી એક શુક્ષ્મ જિવાત છે અને નાની જીવાત મેગ્નિફાઇંગ ગ્લાસથી જોઈ શકાય છે. પાનકથીરી પાનની નીચે જાળું બાંધે છે અને રસ ચૂસે છે, જેના કારણે પાન બરડ થઈ કિનારીથી વળે છે.
પાનકથીરીના નિયંત્રણ માટે ખેતરની આસપાસ ભેજવાળા વિસ્તાર દૂર રાખો. જો ઉપદ્રવ વધુ હોય તો પ્રોપરગાઈટ 57 ઈસી અથવા ફેનાઝાક્વિન 10 મિલી 10 લિટર પાણીમાં ભેળવી છાંટો
પાન વાળનારી ઇયળ
આ જીવાત પાનના ટોચના ભાગમાં રહીને પાનને વાળે છે અને અંદરથી નુકસાન કરે છે. આ ઇયળ કુમળા પાન અને ફૂલને ખાય છે, જેના કારણે છોડના ફૂલમાંથી બૈડવા બંધાતા નથી.
આ ઈયળના નિયંત્રણ માટે લીમડાના ઉકાળા વડે શરૂઆતમાં નિયંત્રણ કરો. જરૂર પડ્યે કલોરપાયરીફોસ, ઈન્ડોક્ઝાકાર્બ અથવા સ્પીનોસાડ જેવી દવાઓ છાંટો.
તલના પાકમાં લેવાની અન્ય સાવધાનીઓ
તલના ખેતરમાં પવનની અવરજવર રહે એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ સિવાય ખેતરની સફાઈ રાખવી અને વાડની આસપાસ ભેજ ન રહે તે માટે પગલાં લેવા. દવાઓના છંટકાવ દરમિયાન યોગ્ય માત્રા અને સમયનો ગેપ રાખો.












Click it and Unblock the Notifications
