શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવી-ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ
ખેડૂતોને રવી પાકમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાક નિષ્ફળ ના જાય તેના માટે તંત્ર દ્વારા શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણી મેળવવા માટે અરજીઓ મંગાવી છે. લાગતા-વળગતા દરેક ખેડૂતોને શેત્રુંજી સિંચાઈ યોજનાનો લાભ મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા અરજીઓ મંગાવવાનું કાર્ય આરંભ્યું હતું. જો કોઈ ખેડૂતે હજી સુધી અરજી ના કરી હોય તો તેમના માટે સારા સમાચાર છે, કેમ કે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવી - ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે.
જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમા સિંચાઇના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રબી - ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમા તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગની યાદીમાં જણાવાયુ છે.












Click it and Unblock the Notifications
