teka na bhav : ખેડૂતો માટે સારા સમાચાર, આ ઉનાળુ પાકોની સરકાર સીધી ટેકાના ભાવે ખરીદી કરશે
teka na bhav : ગુજરાત સરકારે ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે મકાઈ, બાજરી, જુવાર અને રાગી જેવા અનાજોની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવશે.
સરકાર આ પાકોને ટેકાના ભાવ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન રૂપે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો બોનસ પણ આપશે.

ખેડૂતોને તેમની ખેતીની નોંધણી ઓનલાઇન કરાવવી પડશે. ખરીદી અંગેની માહિતી SMS મારફતે ખેડૂતોને આપવામાં આવશે. જણાવી દઈએ કે, 14 માર્ચથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સરકાર ઉનાળુ બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરાતી ન હોવાથી આ પાકોને યોગ્ય ભાવ મળતા ન હતા. સરકારના આ નવા નિર્ણાયક પગલાંથી ખેડૂતોને વધુ ન્યાયસંગત ભાવ મળશે.
આ નિર્ણય ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે અને સરકારના આ પ્રયાસથી રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સુધારો થશે અને ખેડૂતોને સીધો લાભ મળશે.












Click it and Unblock the Notifications
