Tekana bhav registration : ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં રોષ
Tekana bhav registration : ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવનારા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજના આધારે પાકનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઘણા ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 80 હજારથી વધુ ખેડૂતોની અરજીઓ રદ થઈ છે.

નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાયેલ ખેડૂતોએ આપેલી વિગતોનું ડિજિટલ વેરિફિકેશન ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં જે ખેતરોમાં મગફળીનો પાક દર્શાવવામાં આવ્યો છે ત્યાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા હોવાનું કારણ આપીને રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા છે.
જો કે, ઘણા ખેડૂતોએ ફરિયાદ કરી છે કે તેમના ખેતરમાં મગફળીનો પાક હોવા છતાં તેમનું રજિસ્ટ્રેશન રદ થયું છે. આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓ સરકાર પાસે આ મામલે સ્પષ્ટતા અને યોગ્ય ઉકેલની માગ કરી રહ્યા છે. આ ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
