આ છે દુનિયાના 5 સૌથી મોટા ડેરી ફાર્મ, જાણો ટોપ 5માં ભારતના કેટલા?

દુનિયાભરમાં ખેતી સાથે ખેડૂતો પશુપાલન કરતા હોય છે. આ જ કારણ છે કે ભારત વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંથી એક છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી મોટા 5 ડેરીમાંથી એક પણ ભારતીય નથી.

ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને છેલ્લા આઠ વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 51 ટકાનો વધારો થયો છે. આ બધું હોવા છતાં ભારતના ડેરી ફાર્મ મોટા નથી.

World Largest Dairy Farm

ચીનમાં લોકો મોટાભાગે દૂધમાં હાજર સુગર લેક્ટોઝ પ્રત્યે અસહિષ્ણુ છે પરંતુ બજારમાં માંગ અને પુરવઠાના વલણમાં ફેરફારને કારણે ડેરી ઉત્પાદનો લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.

2015 માં ચીનમાં ડેરી ફાર્મનું વિસ્તરણ થયું જ્યારે રશિયાએ યુક્રેન કટોકટીના પ્રતિભાવ તરીકે યુરોપિયન યુનિયનમાંથી દૂધ ઉત્પાદનો પર પ્રતિબંધ મુક્યો. હવે ચીન રશિયાને દૂધની બનાવટો સપ્લાય કરી રહ્યું છે.

આ ફાર્મના વિસ્તારની વાત કરીએ તો તે 22,500,000 એકરમાં ફેલાયેલુ છે, જે ચીનના હેલોંગજિયાંગમાં સ્થિત છે. આ ડેરી ફાર્મની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. અહીં 1 લાખથી વધુ પશુઓ છે.

અહીંથી દર વર્ષે 800 મિલિયન લિટર દૂધનું ઉત્પાદન થાય છે. આ ડેરી ફાર્મના માલિક ઝોંગડિંગ ડેરી ફાર્મિંગ અને સેવર્ની બાર કંપની છે.

જણાવી દઈએ કે, યાદીમાં બીજા સ્થાન પર ચીનના જ ડેરી ફાર્મ છે. તે પછી ઓસ્ટ્રેલિયાના ફાર્મ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X