જીરાની આવકમાં રેકોર્ડ સર્જતુ ઉંઝા માર્કેટ યાર્ડ, અધધ 54,410 મેટ્રિક ટન જીરુની આવક થઈ
ગુજરાત જીરું અને મસાલાના બીજની નિકાસમાં દેશનું અગ્રણી રાજ્ય છે, જે ભારતીય નિકાસમાં લગભગ 80% હિસ્સો ધરાવે છે.
આ ક્ષેત્રમાં મહેસાણા જિલ્લાનું ઊંઝા શહેર જીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જીરું પહોંચાડે છે. આ સિદ્ધિ આગામી ઉત્તર ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)માં મુખ્ય આકર્ષણ રહેશે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, મહેસાણા જિલ્લામાંથી આશરે ₹3995 કરોડના જીરું અને અન્ય મસાલાના બીજની 101 દેશોમાં નિકાસ કરવામાં આવી. આ નિકાસમાં ચીન (25%), બાંગ્લાદેશ (16%), યુએઈ (10%), યુએસએ (5%), અને મોરોક્કો (4%) જેવા દેશો મુખ્ય બજારો રહ્યા છે.
કૃષિ મંત્રાલયના એગમાર્કનેટના ડેટા મુજબ, 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2025 દરમિયાન ઊંઝા APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં 54,410 મેટ્રિક ટન જીરું નોંધાયું. આ પાછલા વર્ષના 46,313 મેટ્રિક ટનની સરખામણીમાં 17.5% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
ઊંઝાની મજબૂત સપ્લાય ચેઈન તેને મસાલા ઉદ્યોગનું કેન્દ્રબિંદુ બનાવે છે, જે હજારો ખેડૂતો અને વેપારીઓ માટે રોજગાર અને વ્યવસાયની તકો ઊભી કરે છે.
2023-24ના અંદાજ મુજબ, સમગ્ર પ્રદેશમાં 72,100.59 મેટ્રિક ટન જીરુંનું ઉત્પાદન થયું હતું, જેમાં બનાસકાંઠા (41,800.73 મેટ્રિક ટન) અને પાટણ (29,900.09 મેટ્રિક ટન) મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ હતા.












Click it and Unblock the Notifications
