ઘઉં, ખાંડ અને ચોખાની નિકાસ પરથી સરકાર પ્રતિબંધ ઉઠાવશે કે કેમ? જાણો શું કહ્યું સરકારે?

ઘઉં, ખાંડ અને ચોખાની નિકાસ પરના નિયંત્રણો ખેડૂતો માટે મુશ્કેલી બન્યા છે. આ સ્થિતી વચ્ચે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે હાલમાં સરકાર સમક્ષ એવો કોઈ પ્રસ્તાવ નથી જેમાં ઘઉં, ખાંડ કે ચોખા પર નિકાસ પ્રતિબંધ હટાવવાની વાત હોય.

પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, દેશ અત્યારે ઘઉં અને ખાંડની આયાત નહીં કરે. હાલમાં સરકાર કિંમતોને નિયંત્રિત કરવા માટે પૂરો જોર લગાવી રહી છે અને આ માટે સૌથી પહેલા સ્થાનિક સપ્લાય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ કારણોસર નિકાસ પર નિયંત્રણ છે.

wheat

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં ઘઉં, ખાંડ અને ચોખાની નિકાસ પરના નિયંત્રણો હટાવવાનો સરકાર સમક્ષ કોઈ પ્રસ્તાવ નથી. બદલાતા હવામાનને કારણે ઘઉં અને ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયા બાદ સરકારે સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે તેમની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે.

મે 2022માં ઘઉંની નિકાસ પર અને જુલાઈ 2023માં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ સિવાય ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ ઓક્ટોબર 2023 પછી પણ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ દેશ માટે રાહતના સંકેત છે. અંદાજ છે કે કઠોળમાં દાળનું ઉત્પાદન ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ગ્લોબલ પલ્સ ફેડરેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આ માહિતી આપી.

તેમણે કહ્યું કે, 2023-24ની રવિ સિઝનમાં કઠોળનું ઉત્પાદન 16 લાખ ટનના સર્વકાલીન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. આ ભારત માટે પણ મહત્વનું છે કારણ કે તુવેર સાથે મસૂર એવું કઠોળ છે જેમાં ભારતને આયાત પર નિર્ભર રહેવું પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X