IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કોચ બન્યા અનિલ કુંબલે
IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કોચ બન્યા અનિલ કુંબલે
નવી દિલ્હીઃ 19મી ડિસેમ્બરે કોલકાતામાં આઈપીએલ 2020 માટે ખેલાડીઓની હરાજી થનાર છે. બધી જ ફ્રેન્ચાઈઝ પોતાના બજેટ બનાવી મોટા મોટા ક્રિકેટર્સને ખરીદવાની રેસમાં જોવા મળી રહ્યા છે. પરંતુ વાત માત્ર ખેલાડીઓને ખરીદવાની જ નહિ બલકે ટીમનો કોચ સ્ટાફ કેવો છે, એ પણ જોવા લાયક રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહી ચૂકેલ અનિલ કુંબલે આ વખતે આઈપીએલમાં કોચની ભૂમિકા નિભાવતા જોવા મળશે. કુંબલેને કિંગ્સ ઈલેવન પંજાબના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે.

ફ્રેંચાઈજીએ શું કહ્યું? જાણો
રવિવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ફ્રેંચાઈજીએ કુંબલે સાથે મીટિંગ કરી જે દરમિયાન આ ફેસલો લેવામાં આવ્યો. કુંબલેને ટીમના કોચ ચૂંટવા પર ટીમના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું કે, "કોચ તરીકે કુંબલે અમારી પહેલી પસંદ છે. ક્રિકેટ અને કોચિંગની તેમની ક્ષમતાઓ વિશે આખી દુનિયા જાણે છે. તે ઘણા શાંત, સંયમિત અને ધૈર્યવાન વ્યક્તિ છે. તેમને આઈપીએલનો ઘણો અનુભવ છે. તેઓ આઈપીએલમાં બે અન્ય ટીમો સાથે કામ કરી ચૂક્યા છે અને આની સાથે જ ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. અમને ઉમ્મીદ છે કે તેમના નેતૃત્વમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સારું પ્રદર્શન કરશે."

જોંટી રોડ્સ ફિલ્ડિંગ કોચ બન્યા
કુંબલે સાથે કામ કરવા માટે ફ્રેંચાઈજીએ સપોર્ટ સ્ટાફને પણ હાયર કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન જ્યોર્જ બેલીને ટીમના નવા બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. બેલી 2014ની ફાઈનલમાં પહોંચનાર કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના કેપ્ટન પણ હતા. પૂર્વ ભારતીય સ્પિનર સુનીલ જોશીને ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા હતા. જોશી બાંગ્લાદેશ ટીમના સ્પિન બોલિંગ કોચ રહ્યા હતા. સાઉથ આફ્રિકાના દિગ્ગજ જોંટી રોડ્સને ટીમના ફિલ્ડિંગ કોચ બનાવવાામં આવ્યા છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ મહાન બોલર કોર્ટની વોલ્શને ટીમના બોલિંગ કોચ કમ ટેલેન્ટ સ્કાઉટ બનાવવામાં આવ્યા છે.

અગાઉ પણ આ ભૂમિકા નિભાવી ચૂક્યા છે
કુંબલે આઈપીએલમાં કોઈ ટીમ માટે કામ કરશે તે કોઈ નવી વાત નહિ હોય. અગાઉ કુંબલે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સના કોચ અને મેન્ટર રહી ચૂક્યા છે. કુંબલે વર્ષ 2013થી 2015 દરમિયાન ત્રણ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા રહ્યા. તેમના કાર્યકાળમાં ટીમે 2013માં પોતાનો પહેલો આઈપીએલનો ખિતાબ જીત્યો હતો અને 2015માં બીજીવાર આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરી હતી.












Click it and Unblock the Notifications
