બૃહસ્પતિની બદલાઈ ચાલ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ

Posted By: Staff
Subscribe to Oneindia News

124 દિવસ બાદ 9 જૂને ગુરુ માર્ગી થયો. પૂર્ણિમાંના દિવસે ગુરુનું માર્ગી થવું જ્યોતિષો પ્રમાણે દરેક રાશિ પર શુભ પ્રભાવ પાડે છે. બૃહસ્પતિના માર્ગી થતા દરેક રાશિના જાતકો અનેક મુદ્દે રાહતનો અનુભવ કરશે. કેટલીક રાશિઓ માટે આ ભાગ્યોદય પણ હોઈ શકે છે.

ખાસકરીને વેપારીઓ, કૃષિ સાથે જોડાયેલા કારોબારીઓ માટે આર્થિક રસ્તા ખુલ્લા થશે. જે જાતકોના લગ્નમાં અડચણો આવી રહી છે તેમની દશા પણ હવેથી સુધરશે. વર્તમાન બૃહસ્પતિ કન્યા રાશિમાં વક્રી થયો છે. આવો જાણીએ બૃહસ્પતિના માર્ગી થવાથી અન્ય રાશિઓને શું લાભ થશે?

મેષ

મેષ

આ રાશિના લોકોના કામમાં આવનારી મુશ્કેલીઓ ખતમ થવા જઈ રહી છે. બૃહસ્પતિના માર્ગી થતા જ અટકેલા કામોમાં તેજી આવશે. ફસાયેલા પૈસા છૂટા થવાના યોગ છે. નોકરી કરનારા લોકોના પ્રમોશન કે સ્થાન પરિવર્તન થવાની શક્યતા છે. લગ્નજીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે. જે લોકોનું લગ્ન જીવન ભંગાણને આરે છે તેમનું લગ્નજીવન સુરક્ષિત રહેશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે બૃહસ્પતિનું માર્ગી થવું કાર્યક્ષેત્રે પ્રગતિ પ્રદાન કરશે. વેપારીઓનું વર્તુળ વધશે. વેપારનો વિસ્તાર થશે. નોકરી કરનારા જાતકોને અધિકારીઓ સાથેનો મતભેદ દૂર થશે અને તમે પ્રગતિના માર્ગે આગળ વધશો. જે કામોમાં વ્યુહરચના ઘડી રાખી છે તેમાં આગળ વધશો. અવિવાહિતોના લગ્નમાં આવનારી અડચણો દૂર થશે.

મિથુન

મિથુન

લાંબા સમયથી જે કારોબાર શરૂ કરવાનો વિચાર કરો છો અને કોઈને કોઈ મુશ્કેલી આવી જાય છે તેમની માટે ખુશ થવાનો સમય આવી ગયો છે. મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમે જે રીતે પ્લાન કર્યુ હતુ, તે મુજબ કામ કરશો. આર્થિક મુશ્કેલી પણ ખતમ થઈ જશે. આધ્યાત્મિક અને ધાર્મિક કામો સાથે જોડાયેલા લોકો નવી ઉંચાઈઓ હાંસલ કરશે. શિક્ષણ ક્ષેત્રે લાભ થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ છે.

કર્ક

કર્ક

બૃહસ્પતિનુ માર્ગી થવું કર્ક રાશિના જાતકો માટે ભાગ્યોદય લઈને આવી રહયું છે. જમીન, મકાન, સંપતિના લગતા કામોમાં અડચણો ખતમ થઈ જશે. વાહન ખરીદવાના યોગ છે. કર્ક રાશિના જાતકોનો રોમાંસ વધશે અને લગ્નગ્રંથિથી જોડાશો. પ્રવાસ દ્વારા નાણા કમાઈ શકશો. ગુરુના માર્ગી થવાથી ધાર્મિક કાર્યોમાં રસ જાગશે અને સામાજીક-કૌટુંબિક જીવનમાં સન્માન વધશે.

સિંહ

સિંહ

આ રાશિના જાતકો માટે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યા છો. વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જઈ શકે છે. વેપારી વર્ગે વધુ પ્રવાસ કરવો પડશે અને તેનાથી જ પૈસાનું આગમન થશે. અવિવાહિતોના લગ્નમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે. સકારાત્મક વિચારો વધશે. ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. સૂર્યની રાશિ હોવાને કારણે નોકરી કરનારાને ઉચ્ચપદની પ્રાપ્તિ થશે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકો જે લાંબા સમયથી આરોગ્યની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમને રાહત અનુભવાશે. માનસિક તકલિફોનો અંત થવાનો સમય આવી ગયો છે. તમારી અત્યારની જે યોજનાઓ સફળ થઈ શકી નથી તે ગતિ પકડશે. પૈસાની બચત કરી શકશો. કૌટુંબિક નિર્ણયોના વખાણ થશે.

તુલા

તુલા

આ રાશિના જાતકો માટે ગુરુ શુભ સંકેત લઈના આવ્યો છે. અવસરોનો લાભ લઈ શકશો. પૈસા કમાવવાના અનેક અવસરો પેદા થશે, પણ તમારે તેને ઓળખવાની જરૂર છે. ધ્યાન રાખજો કે ધનનો વ્યય થાય નહિં, નહિંતર ઉધારી લેવાનો વારો આવશે. સંબંધો સુધારવાનો સમય છે, ઘમંડનો ત્યાગ કરી તૂટેલા સંબંધોને જોડવાનો પ્રયત્ન કરજો.

વૃશ્ચિક

વૃશ્ચિક

મિલકતને લગતા કામો કરવા માટે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્તમ સમય છે. જમીન, સંપતિની ખરીદી થશે. મકાનનું રિનોવેશન કરાવશો. કારની ખરીદી કરવાના યોગ છે. લગ્નજીવનમાં ચાલતી મુશ્કેલી ખતમ થશે અને પ્રેમમાં વધારો થશે. પ્રેમી-પ્રેમીકાઓ માટે સંબંધોમાં નવો તબક્કો શરૂ થશે, લગ્નજીવનમાં બંધાઈ શકો છો. જે લોકોને બાળકો નથી તેમને લાભ થઈ શકે છે. માનસિક શાંતિ મળશે.

ધન

ધન

તમારી મુશ્કેલીઓ ખતમ થશે. માનસિક અને આર્થિક મુશ્કેલીઓથી પીડાતા જાતકો માટે માર્ગી ગુરુ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. ધનનું આગમન થશે. આવકના નવા સ્ત્રોતો ઉભા થશે. વેપારી વર્ગનો વિસ્તાર થશે. નોકરીની શોધમાં ભટકી રહેનારા લોકો માટે સારી જોબની ઓફર આવશે. નકારાત્મક વિચારોને દૂર કરી શકશો. ધાર્મિક કામો વધશે.

મકર

મકર

મકર રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. મોટી યોજનાઓમાં સફળ થવાના યોગ છે. ધનના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. કૌટુંબિક અને લગ્નજીવનમાં ચાલી રહેલી અનબન ખતમથશે. પતિ-પત્નીના સંબંધો મજબૂત થશે. વિદેશ યાત્રા જવાના યોગમાં સફળતા મળશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો જે વેપાર કરી રહ્યા છે તેમને ઈચ્છિત લાભ મળશે. નોકરી કરનારા લોકોના સ્થાન પરિવર્તનના યોગ બનશે. અધિકારી વર્ગની મદદથી પ્રમોશન મળશે, વેતનમાં વધારો થશે. લગ્નની રાહ જોઈ રહ્યા યુવક-યુવતીઓને શુભ સમાચાર મળશે. નવા આભૂષણોની પ્રાપ્તિ થશે.

મીન

મીન

મીન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે, પરિણામે ખાસ કરીને લગ્ન માટે શુભ સમય છે. લગ્નમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે. સાથે જ જે લોકોના લગ્નજીવનમાં મુશ્કેલી છે તેમને રાહત મળશે. આર્થિક મુશ્કેલીઓ ખતમ થશે અને નવા કામોમાં આગળ વધશો. વાહન, મકાન ખરીદવામાં અડચણો પેદા થશે.

English summary
2017 jupiter retrograde guru vakri date june
Please Wait while comments are loading...