For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશિફળ 2020: આ રાશિના લોકોનું કરિયર ઝડપથી આગળ વધશે, શિક્ષણ ક્ષેત્રમાં મળશે ભાગ્યનો સાથ

રાશિફળ 2020: આ રાશિના લોકોનું કરિયર ઝડપથી આગળ વધશે, શિક્ષણ ક્ષેત્રમાં મળશે ભાગ્યનો સાથ

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020માં તમારું કરિયર કેવું રહેશે ? નોકરી હોય કે વેપાર શું તમને સારા પરિણામ મળશે ? વિદ્યાર્થીઓને આ વર્ષે સફળતા મળશે કે નહીં ? જો તમે આ બધું જાણવા ઈચ્છો છો તો વાંચો તમારા અભ્યાસ અને કરિયર અંગેનું રાશિ ભવિષ્ય.

મેષ (માર્ચ 20થી એપ્રિલ 18)

મેષ (માર્ચ 20થી એપ્રિલ 18)

કરિયર મામલે 2020ની સાલ તમારા માટે ખૂબ જ સારું રહેવાની શક્યતા છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો તો તમને કોઈ સારી કંપનીમાં ઉચ્ચ પદ મળી શકે છે. જો કે સફળતા મેળવવા માટે તમારે આકરી મહેનત કરવી પડી શકે છે. શિક્ષણ ક્ષેત્રે પણ મેષ રાશિના જાતકોને વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.

વૃષભ (19 એપ્રિલથી 19 મે)

વૃષભ (19 એપ્રિલથી 19 મે)

કરિયર મામલે આ વર્ષ તમારા માટે પણ મહત્વનું રહેશે. આ વર્ષે કરિયરમાં કોઈ મોટું પરિવર્તન આવી શકે છે, પરંતુ ચિંતાની વાત નથી. પરિણામ તમારા હિતમાં જ આવશે. તમારી ટ્રાન્સફર કોઈ દૂરના સ્થળે થાય તેવી શક્યતા ખૂબ જ છે. જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તો આ વર્ષે સફળતા મળવાની શક્યતા છે. આ વર્ષના મધ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ તમારે પ્રામાણિક્તાથી કામ કરવું જોઈએ. કેટલીકવાર અભ્યાસમાં ધ્યાન નહીં લાગે, પરંતુ તમે પડકારને પહોંચી વળીને સારું પ્રદર્શન કરી શક્શો.

મિથુન (મે 20 – જૂન 20)

મિથુન (મે 20 – જૂન 20)

મિથુન રાશિના જાતકોને કરિયર માટે 2020 પડકારજનક રહેવાનું છે. જો તમે નોકરી કરો છો તો આ વર્ષે ઘણા પ્રયાસ છતાંય તમને આશા મુજબ પરિણામ નહીં મળે. પરંતુ તમારે હિંમત અને ધીરજ રાખવી જોઈએ. તમે પ્રયત્ન અને મહેનત કરતા રહો. ભાગીદારીમાં વેપાર કરનાર જાતકો માટે આ વર્ષનો મધ્ય સમય સારો સાબિત થશે. જો તમે સફળતા મેળવવા ઈચ્છો છો તો તમારે મહેનત કરવાની જરૂર છે. આ વર્ષે તમને મનગમતી કોલેજમાં એડમિશન મળી શકે છે.

કર્ક (જૂન 21 – જુલાઈ 21)

કર્ક (જૂન 21 – જુલાઈ 21)

ગત વર્ષે તમારા કેટલાક કામ અધૂરા રહ્યા હતા, જે આ વર્ષે પૂરા થઈ શકે છે. જેના કારણે તમને લાભ થઈ શકે છે. સાથે જ તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. નોકરિયાત જાતકોને આ વર્ષે મનગમતી ટ્રાન્સફર મળવાની શક્યતા છે. વેપારીઓએ આ વર્ષે પ્રવાસ કરવા પડી શકે છે. આ પ્રવાસ તમારા માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહત્વનું રહેશે. જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો ધ્યાનથી તૈયારી કરો અને ફક્ત ટ્રાગેટ અંગે વિચારો. તમારે આકરી મહેનત કરવાની જરૂર છે.

સિંહ (22 જુલાઈ – 22 ઓગસ્ટ)

સિંહ (22 જુલાઈ – 22 ઓગસ્ટ)

કરિયર મામલે 2020 તમારા માટે સારુ રહી શકે છે. વર્ષની શરૂઆત તમારા માટે સારી રહેશે. નોકરિયાત જાતકોને પ્રમોશનની સાથે સાથે આવકમાં વધારાનો પણ લાભ થશે. આ દરમિયાન તમારુ પ્રદર્શન પણ સારુ રહેશે. બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે. વેપારીઓ માટે આ વર્ષ લાભદાયક રહેશે. આ સમયગળામાં તમને સારી તક મળશે અને તમારો વ્યસાય આગળ વધશે. એટલું જ નહીં આ વર્ષે તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો. તમારા તમામ પ્રયત્નોમાં સફળતા મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

કન્યા (22 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર)

કન્યા (22 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર)

તમારા માટે આ વર્ષ સારુ રહેવાનું છે. તમારુ કરિયર આગળ વધશે અને કેટલાક પરિવર્તન આવશે. આ વર્ષે તમે કોઈ નવી કંપની જોઈન કરી શકો છો, જ્યાંત મને સારા પદની સાથે સારો પગાર પણ મળશે. આ વર્ષે તમારી ટ્રાન્સફર પણ થઈ શકે છે. બસ તમારે સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતા રહેવાનું છે. વેપારીઓ માટે આ વર્ષ ઠીક રહેશે. તમને સારો નફો થઈ શકે છે. જો તમે આયોજન પ્રમાણે ચાલશો તો તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઘણું શુભ રહેશે. જો તમે અભ્યાસ પૂરો કરી ચૂક્યા છો તો સારી નોકરી મળી શકે છે.

તુલા (22 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)

તુલા (22 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)

તુલા રાશિના જાતકોએ આ વર્ષે આગળ વધવા માટે ખૂબ જ મહેન તકરવી પડશે. વર્ષની શરૂઆતમાં તમારા પર કામનું ખૂબ જ ભારણ રહેશે, તમારે ખૂબજ મહેનત કરવી પડશે. અહીંથી જ તમારી ઉન્નતિના દરવાજા ખુલશે. જો તમે સમજીવિચારીને કામ લેશો તો સફળતા મળી શકે છે. જો તમે વેપારી છો અને નવુ કામ શરૂ કરવા ઈચ્છો છો આ વર્ષે તમારે આવું ન કરવું જોઈએ. શક્ય છે કે તમને ઈચ્છિત પરિણામ ન મળે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્રિત પરિણામ આપનારું રહેશે. તમને ખૂબ જ આળસ આવશે. જો તમે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને મહેનત કરશો તો તમામ મુશ્કેલીઓ પાર કરીને સફળતા મેળવી શક્શો.

વૃશ્ચિક (23 ઓક્ટોબર – 20 નવેમ્બર)

વૃશ્ચિક (23 ઓક્ટોબર – 20 નવેમ્બર)

કરિયરના હિસાબે તમારું આ વર્ષ ઠીકઠાક રહેશે. જો તમે મહેનત કરશો તો સમયાનુસાર તમને સારુ ફળ પણ મળશે. વર્ષના આરંભે તમે કોઈ નવાક મની શરૂઆત કરી શકો છો. નોકરિયાત જાતકોને આ વર્ષે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને લાગશે કે મહેનત પ્રમાણે પરિણામ નથી મળી રહ્યા. શક્ય છે કે તમે તમારી વર્તમાન નોકરીથી સંતુષ્ટ ન હો. વેપારીઓ માટે આ વર્ષ સારુ રહેવાના આસાર છે, જો કે આ સમયગાળામાં તમારે કેટલાક જોખમ ઉઠાવવા પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારુ રહેશે. ટેક્નિકલ અભ્યાસ કરી રહેલા જાતકોને સારી સફળતા મળવાની શક્યતા છે.

ધન (21 નવેમ્બરથી 20 ડિસેમ્બર)

ધન (21 નવેમ્બરથી 20 ડિસેમ્બર)

વર્ષ 2020 કરિયરને લઈને તમારા માટે ખૂબ જ સારુ છે. નોકરી અને વેપાર બંનેમાં તમને સારા પરિણામ મળી શકે છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો આ વર્ષે તમને નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે. જેને પૂરા કરવા માટે તમારે વિદેશ યાત્રા પણ કરવી પડશે. સરવાળે આ વર્ષે તમે સારો પ્રોગ્રેસ કરશો. વેપારીઓને પણ નફો કરવાના ઘણા મોકા મળશે. તમે સારી કમાણી તો કરશો જ સાથે જ તમારો બિઝનેસ પણ વિકસશે. ભાગ્યનો સાથ મળશે અને તમારી દરેક ઈચ્છા પૂરી થશે. વિદ્યાર્થઈઓ માટે આ વર્ષ મિશ્રિત રહેવાનું છે. વર્ષની શરૂઆત તમારા માટે સારી રહેશે, પરું મધ્યથી અંત સુધી મુશ્કેલીઓ આવી શકે છે.

મકર (21 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

મકર (21 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

મકર રાશિના જાતકોનું કરિયર ધીમી ગતિએ પણ યોગ્ય માર્ગ પર આગળ વધશે. આ રાશિના બેરોજગાર જાતકોને સારી નોકરી મળવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષે તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. જેનાથી તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. જો કે તમને તમારી મહેનત જેટલું પરિણામ ન મળવાથી તમે નિરાશ થઈ શકો ચો. જો કે મજબૂત આત્મવિશ્વાસ અને હિંમતના બળે આગળ વધતા રહેશો. જો તમે વેપાર કરો ચો તો આ સમયગાળામાં તમારા નિર્ણયો સમજી વિચારીને જ લેવા જોઈએ. વેપારમાં જોખમ ઉઠાવવાથી બચવું જોઈએ. આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ સારુ રહેશે. તમને સફળતા મળવાની સક્યતા છે. પરીક્ષામાં તમને સારા ગુણ મળશે.

કુંભ (20 જાન્યુઆરી – 18 જાન્યુઆરી)

કુંભ (20 જાન્યુઆરી – 18 જાન્યુઆરી)

કરિયર મામલે 2020 તમારા માટે ખાસ નહીં રહે. ઉતાર-ચઢાવ ચાલતા રહેશે. યોગ્ય એ જ છે કે તમે દરેક નિર્ણય સમજી વિચારીને લો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળ ન કરો. ઓફિસમાં કેટલીક એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે તમે નોકરી છોડવા મજબૂર થઈ જાવ. ત્યારે તમારે સમજી વિચારીને કામ લેવું પડશે. નવા બિઝનેસમાં રોકાણ કરવાથી બચવું જોઈએ, નુક્સાનની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ નથી. તમારા અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે.

મીન (19 ફેબ્રુઆરી – 19 માર્ચ)

મીન (19 ફેબ્રુઆરી – 19 માર્ચ)

આ વર્ષે તમારુ કરિયર ઝડપથી આગળ વધશે. તમે જેટલી મહેનત કરશો, તેટલા જ સારા પરિણામ મળશે. તમારા નિર્ણયો સાચા સાબિત થશે અને તેનો ફાયદો પણ મળશે. જો તમે નોકરી કરો છો તો તમારું પ્રદર્શન સરાહનીય રહેશે, સિનિયર્સ પણ તમારા કામથી પ્રભાવિત રહેશે. આ વર્ષે તમારી આવકમાં પણ વધારો થઈ શકે છે. તમારે તમારા વિરોધીઓથી થોડુ સાચવીને રહેવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉપલબ્ધિઓથી ભરપૂર રહેશે. તમને વધુ સફળતા મળવાની શક્યતાઓ ઠછે. એન્જિનિયરિંગ અને કાયદાનો અભ્યાસ કરી રહેલા જાતકો માટે વર્ષ શુભ છે.

સમુદ્ર શાસ્ત્રઃ કાન ફક્ત સાંભળતા જ નથી, કંઈક કહે પણ છે...સમુદ્ર શાસ્ત્રઃ કાન ફક્ત સાંભળતા જ નથી, કંઈક કહે પણ છે...

English summary
2020 how will be the year for people of different zodiac signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X