For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્મનો સિધ્ધાંત નક્કી કરે છે તમારુ સુખ-દુઃખ, જાણો કેવી રીતે?

વ્યક્તિના પૂર્વજન્મના કર્મો આ જન્મે નડે છે. પાછલા જન્મોમાં આપણે જે કામ અધૂરા છોડી દીધા તેને કોઈને કોઈ રીતે તેને આ જન્મે પૂરાં કરવા જ પડે છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

કર્મ વિશે આપણે બધા જ જાણીએ અને સાંભળીએ છીએ પણ તેનો સાચો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. કર્મનો અર્થ છે આપણી આત્માની યાદો. કર્મનો સંબંધ આપણા પાછલા જન્મના કર્મોથી હોય છે, જેનું ફળ આપણને વર્તમાન જન્મમાં મળે છે. આપણા પૂર્વજન્મના કર્મો અને કાર્યોને કારણે આપણા જીવનનો રસ્તો નક્કી થાય છે. આપણે જે શરૂ કર્યુ છે, તે આપણે પૂરું કરવાનું જ છે, આજ છે કર્મનો અર્થ. પાછલા જન્મમાં આપણે જે કામ અધૂરા મુક્યા હતા તે કામો કોઈને કોઈ રૂપે આ જન્મમાં પૂરાં કરવા જ પડે છે. તે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે મુશ્કેલીઓ, કામમાં અડચણો અને મુસીબતોનો સામનો કરવો પડે છે. જો તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને ખૂબ જ નફરત કરો છો અથવા તમારે વધુ મહેનત કરવી પડે છે અથવા વધુ દુઃખો ભોગવવા પડે છે તો તે બધુ તમારા પાછલા જન્મોના ખરાબ કર્મોનું ફળ હોઈ શકે છે.

સારા અને ખરાબ કર્મો

સારા અને ખરાબ કર્મો

આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણા પાછલા પાંચ જન્મોના સારા અને ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. કર્મને સમજવા માટે પાછલા જન્મોની પાંચ ઘટનાઓ અને પાસાને સમજવા પડશે. જો સારુ કર્મ કરશો.

કર્મથી પીછો છોડાવી શકાતો નથી

કર્મથી પીછો છોડાવી શકાતો નથી

પાછલા, વર્તમાન અને આગલા દરેક જન્મમાં તમારા કર્મો તમારી સાથે જાય છે. તમે ક્યારેય પોતાના કર્મોનો પીછો છોડાવી શકતા નથી. તમારે તમારા કર્મોનો બોજો ઉઠાવવો જ પડે છે. કેટલાક લોકોને તો પોતાના કર્મોને લાંબા સમય સુધી ભાગવવા પડે છે.

કોઈ કારણથી બીજી વ્યક્તિનો જીવનમાં પ્રવેશ

કોઈ કારણથી બીજી વ્યક્તિનો જીવનમાં પ્રવેશ

માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર અને જીવનસાથી તમારા જીવનના આ તમામ સંબંધો અને લોકો કોઈને કોઈ કારણે તમારી પાસે આવે છે. તેમને નિયતિને આધારે તમારા જીવનમાં મોકલવામા આવે છે. તમે તેમને તોડવા ઈચ્છો તો કર્મ વચ્ચે આવી જાય છે અને તમે ચાહો તો પણ તેમને છોડી શકતા નથી.

કર્મનો કરો સામનો

કર્મનો કરો સામનો

જરૂરી નથી કે તમે યોજના પ્રમાણે કર્મ કરો. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અને કામો આવે છે, તેને કરતા રહેવું અને મુશ્કેલીઓને ઉકેલવા રહેવું જ તમારો કર્મ છે. દરેક વ્યક્તિની તમારા જીવનમાં મહત્વની ભૂમિકા હોય છે. તેઓ તમારા જીવનમાં કેમ આવે છે, શું શીખવવા આવે છે, તેઓ તમારી સાથે શા માટે છે, આ બધુ જ કર્મ પર આધાર રાખે છે. આ વ્યક્તિઓ સાથે તમારા સારા અને ખરાબ કર્મો જોડાયેલા હોય છે.

જે કરો છો તે ભરો છો

જે કરો છો તે ભરો છો

તમારી આસપાસ ચાલતી વસ્તુઓ કર્મ નથી. કર્મ માત્ર નકારાત્મક વસ્તુ નથી. તે સકારાત્મક અને સત્કર્મ પણ હોય છે. જો તમે તમારા પાછલા જન્મમાં કોઈ વસ્તુની ચોરી કરી છે તો તમારે તમારા આવનારા જન્મમાં તેની ભરપાઈ કરવી જ પડશે. પણ જો તમે પાછલા જન્મમાં કોઈનું ભલું કર્યુ છે તો તમને તમારી સારાઈનું ફળ જરૂર મળશે.

કર્મ પોતાનો રસ્તો શોધી જ લે છે

કર્મ પોતાનો રસ્તો શોધી જ લે છે

પાછલા જન્મમાં કરેલુ કોઈ કર્મ તમારા વર્તમાન જન્મમાં કોઈને કોઈ રીતે સામે આવી જ જાય છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં જે પણ થઈ રહ્યુ છે તે પાછલા જન્મના સારા કે ખરાબ કર્મોનું જ ફળ છે. તમે જે પણ કર્યુ છે તે આજે નહિં તો કાલે તમારી સામે આવવાનું છે, તેને કોઈ રોકી શકવાનું નથી. સારુ કે ખરાબ કર્મનું ફળ તમારે ક્યારેક તો ભોગવવાનું છે, તે આપોઆપ સમય આવતા નક્કી થઈ જ જાય છે.

કર્મની ભૂમિકા

કર્મની ભૂમિકા

ઘણીવાર આપણા પુનર્જન્મનું ફળ આપણને વર્તમાનમાં મળે છે. બને કે આ જન્મમાં જે તમારી માતા છે તે પાછલા જન્મમાં તમારી દિકરી હોય, આવનારા જન્મમાં આ લોકોનો તમારી સાથે સંબંધ બદલાઈ જાય છે. લિંગ પરિવર્તન પણ શક્ય છે. કર્મને આધારે જ તમારો આવનારો જન્મ નક્કી થાય છે. કર્મ એક પ્રક્રિયા છે જે આપણા જીવન અને જન્મ પર હંમેશા જોડાયેલી રહે છે.

ઈતિહાસની જેમ પુનરાવર્તિત થાય છે કર્મ

ઈતિહાસની જેમ પુનરાવર્તિત થાય છે કર્મ

તમે સાંભળ્યુ હશે કે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. આપણે જે કરીએ છીએ અને જે કહીએ છીએ તે આગળ ચાલી આપણી સામે જરૂર આવે છે. પોતાની ભૂલોથી શીખવું જોઈએ અને તે તમારા કર્મોને સુધારે છે. કર્મ તમારા જીવનની દશા બદલી શકે છે. એક જ વ્યક્તિ એક જ ભૂલ વારંવાર શા માટે કરે છે ? કર્મને કારણે જ તમે એક જ ભૂલને વાંરવાર કર્યા કરો છો, જ્યાં સુધી તમે તેને સુધારી ન લો અથવા સુધારવાની સમજના કેળવી લો.

આત્મનિરિક્ષણ

આત્મનિરિક્ષણ

તેથી જ દરેક વ્યક્તિએ આત્મ નિરિક્ષણ જરૂર કરવું જોઈએ. તમને તમારી ભૂલો, નબળાઈઓ અને મુશ્કેલીઓનું જાતે જ વિશ્લેષણ કરવું જોઈએ. આ અત્યંત મુશ્કેલ કામ છે પણ તે કરવું જરૂરી છે. જ્યાં સુધી તમે તમારામાં ફેરફાર નહિં લાવો ત્યાં સુધી તમે બહાર કંઈ જ બદલી શકશો નહિં. તમારા સત્કર્મોથી જ તમે કર્મના ચક્ર અને બંધનમાંથી મુક્તિ મેળવી શકશો.

English summary
Karma’ is a word we hear often but do you know the real meaning of this word?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X