Shani Gochar 2023 : શનિદેવ કરશે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ, 7 મહિના સુધી આ 5 રાશિઓને મળશે લાભ
Shani Gochar 2023 : જ્યોતિષીય ગણતરી મુજબ ન્યાયના દેવતા માનવામાં આવતા ભગવાન શનિદેવ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ નક્ષત્રમાં શનિના પ્રવેશથી ઘણી રાશિઓને લાભ થશે. જેથી 7 મહિના સુધી આ રાશિના જાતકોને લાભ મળશે.
Shani Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, 17 જાન્યુઆરી, 2023ના રોજ શનિ પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો. હાલ શનિદેવ કુંભ રાશિમાં છે. આ સાથે 15 માર્ચના રોજ શનિ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે. શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ છે. રાહુ અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ છે. આવામાં શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાને કારણે 5 રાશિઓને અઢળક લાભ મળવાના છે.

શતભિષા નક્ષત્રમાં ક્યારે થાય છે શનિનો પ્રવેશ?
જ્યોતિષીય ગણતરી મુજબ, શનિદેવ 15 માર્ચના રોજ સવારે 11.40 કલાકે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં તે 17 ઓક્ટોબર સુધીરહેશે.

મેષ રાશિ પર શનિ ગોચરની અસર
શતાભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોકાણ કરવાથી ફાયદો થશે. આ સાથે જો તમેનવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તે કરવું શુભ રહેશે.

આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે
નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.

મિથુન રાશિ પર શનિ ગોચરની અસર
શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ મિથુન રાશિ માટે પણ લાભદાયક રહેશે. નવું કાર્ય શરૂ કરવાથી સારું પરિણામ મળે છે.

આવકના નવા સ્ત્રોત ખુલશે
આ સમય દરમિયાન શનિની સાડા સાતીમાંથી રાહત મળી શકે છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, આમાટે પોતાના પર વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે.

સિંહ રાશિ પર શનિ ગોચરની અસર
નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. શતભિષા નક્ષત્રમાં શનિના પ્રવેશ સાથે લાંબા સમયથી અટકેલા કાર્યો સરળતાથી શરૂ થશે.

સમાજિક પ્રતિષ્ઠા મળશે
આ સમય દરમિયાન સકારાત્મક વલણ રાખવું જરૂરી છે. આનાથી તમને આર્થિક લાભ સાથે સાથે સમાજિક પ્રતિષ્ઠા પણ મળશે.

તુલા રાશિ પર શનિ ગોચરની અસર
શનિનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિ માટે ખુશીઓ લાવશે. નોકરીયાત લોકો માટે આ સમય સારો રહેશે.

વેપારમાં લાભ મળશે
આ સમય દરમિયાન વેપારમાં પણ લાભ થશે. આવામાં તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.

ધન રાશિ પર શનિ ગોચરની અસર
શતભિષા નક્ષત્રમાં શનિના પ્રવેશથી ધન રાશિના લોકોને વિશેષ લાભ મળવાના છે. આ સમય દરમિયાન તમારા દાંમ્પત્યજીવનમાં પ્રેમ અનેઆત્મીયતા વધશે.

વેપાર-ધંધામાં સફળતા મળશે
આ સાથે નોકરીમાં લાંબા સમયથી અટકેલું પ્રમોશન તમને મળી શકે છે. આ સમય દરમિયાન વેપાર-ધંધામાં સફળતા મળશે.












Click it and Unblock the Notifications
