તમારા પાર્ટનરની રાશિ પ્રમાણે જાણો કે તે તમને પ્રેમ કરે છે કે ટાઈમપાસ?

કોઈ છોકરા માટે તમને ખાસ લાગણી છે અને તમે તેને પોતાના મનની વાત કહી શકતા નથી. તો તમારી આ સમસ્યાનું સમાધાન અમારી પાસે છે.

કોઈ છોકરા માટે તમને ખાસ લાગણી છે અને તમે તેને પોતાના મનની વાત કહી શકતા નથી. તો તમારી આ સમસ્યાનું સમાધાન અમારી પાસે છે. તમે જાણવા ઈચ્છો છો કે તમે જે અનુભવો છો તે જ સામે વાળો છોકરો તમારા માટે અનુભવે છે કે નહિં તો તેમાં તમારી રાશિ કામ લાગશે. રાશિ દ્વારા ઘણું બધું જણી શકાય છે. આવો જાણીએ કેવી રીતે વિના કંઈ કહે તમે સામેવાળાના દિલની વાતને સમજી શકશો.

મેષ

મેષ

આ રાશિના પુરુષનો સ્વભાવ સરળ અને સ્પષ્ટ હોય છે. તેમનામાં ધૈર્ય થોડુ ઓછું હોય છે, પણ તેઓ પ્રમાણિક હોય છે. તેઓ પોતાની શરતોને આધારે જીવનારા હોય છે. તેઓ ક્યારેય કોઈની લાગણીઓને દુભાવતા નથી. જો આ રાશિના છોકરાના દિલમાં તમારા માટે જરાય પ્રેમ હશે તો તેમના હાવભાવથી અથવા તેમના અલગ અંદાજ દ્વારા તમને તેનો ઈશારો મળી જશે.

વૃષભ

વૃષભ

આ રાશિના પુરુષો પોતાના સંબંધને લઈ ગંભીર હોય છે. સાથે તેઓ ધૈર્યવાન હોય છે. તેમના દિલની વાત સરળતાથી જાણી શકાય છે. તેમને તમારા માટે લાગણી છે તો તેઓ તમારી સાથે વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરશે. સાથે જ તેઓ ઓવર પ્રોટેક્ટિવ રહેશે. તેમની સામે તમે કોઈ અન્ય વ્યકિતને મહત્વ આપશો તો તેમને સારુ લાગશે નહિં. તેમની વાતથી તમે તરત જાણી જશો કે તેમને તમારા માટે લાગણી છે કે નહિં.

મિથુન

મિથુન

આ રાશિના છોકરા ખૂબ જ આકર્ષક હોય છે અને પોતાની વાતથી બીજાનું દિલ જીતી લે છે. તેમને ભીડ પસંદ નથી. તેમને વધુ સમય એકલા જ રહેવું ગમે છે. એટલું જ નહિં તેઓ પોતાના લક્ષ્યને ખૂબ મહત્વ આપે છે. જેથી કામ છોડી આમ તેમ સમય પસાર કરવું તેમને ગમતુ નથી. જો તેઓ તમને પસંદ કરે છે તો જરૂર તેઓ તમારી આસપાસ જ રહેશે અને પોતાનો કિમતી સમય તમને આપશે.

કર્ક

કર્ક

આ રાશિના છોકરા મહેનતુ હોય છે, તેઓ પોતાના કુટુંબને ખૂબ મહત્વ આપે છે. તેઓ જલ્દી કોઈને ભળતા નથી. કોઈની સાથે વધુ વાતચીત કરવું તેમને પસંદ નથી. તેમના દિલમાં તમારા માટે ખાસ લાગણી છે તો તેઓ ખુલીને વાત કરશે. સાથે જ તેમના જીવનના સકારાત્મક અને વ્યકિતગત પાસાને તમારી સામે મુકશે. તમારા પર આટલો વિશ્વાસ રાખવો જ બતાવી દેશે કે તમે તેમની માટે કેટલા ખાસ છો.

સિંહ

સિંહ

આ રાશિના છોકરા પોતાના સંબંધની કાળજી લેનારા હોય છે. તેઓ બીજાની લાગણીઓનું ખાસ ધ્યાન રાખે છે. જો તેમના દિલમાં તમારા માટે ફિલિંગ્સ છે તો તેઓ ખુલીને આ વિશે જણાવશે. પોતાની પસંદ-નાપસંદ તમારી સાથે શેયર કરશે. જો તેઓ તમાર સાથે માત્ર ફ્લર્ટ જ કરી રહ્યા છો તો તેઓ તમારામાં વધુ રસ લેશે નહિં, તેઓ તમારી સાથે માત્ર ઉપરછલ્લી વાત કરવું જ પસંદ કરશે.

કન્યા

કન્યા

આ રાશિના છોકરા શરમાળ અને ઓછુ બોલનારા હોય છે. તેઓ જલ્દી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. જો તેમને તમારામાં રસ છે તો તેઓ તમારામાં રસ દેખાડશે. જેનાથી તમે સમજી જશો કે તમારા દિલમાં જે ફિલિગ્સ છે તે જ તેમના દિલમાં પણ છે.

તુલા

તુલા

આ રાશિના છોકરાને જીવનમાં બેલેન્સ બનાવીને ચાલવું ગમે છે. સાથે જ તેઓ પોતાની મરજી મુજબ પોતાનુ જીવન જીવે છે. તેમને કોઈ પણ પ્રકારનો કંટ્રોલ પસંદ નથી. તેઓ અત્યંત રોમેંટિક સ્વભાવ હોય છે અને હરવા-ફરવાના શોખીન હોય છે. તેઓ શાંતિપ્રિય હોય છે અને વધુ તર્કબાજી કરવી તેમને ગમતી નથી. તેમને સિંપલ છોકરીઓ જ ગમે છે. જેથી જો તમારામાં આ ગુણ છે તો જરૂર તેઓ તમને ગમાડશે જ.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના પુરુષો ખુલ્લા વિચારોના હોય છે. પોતાની વાત કહેવામાં તેઓ જરાય પાછા પડતા નથી. તેમના દિલની વાત જાણવી વધુ મુશ્કેલ નથી. તેમને સત્યતા અને પ્રમાણિકતા પ્રિય છે. જો તેઓ તમને પસંદ કરે છે તો તરત તમને કહેશે અને જો તેમનો જવાબ ના હશે તો પણ તેઓ પોતાની વાત જરૂર કહેશે.

ધન

ધન

આ રાશિના પુરુષો વધુ આઝાદી પસંદ કરે છે. તેમને બંધનમાં રહેવું ગમતુ નથી. જેથી તેઓ એવી છોકરીઓ પસંદ કરે છે જે તેમના જેવા વિચારો ધરાવતી હોય. તેમના દિલમાં તમારા માટે કોઈ ખાસ લાગણી છે તો તેઓ પ્રામાણિકતાથી તેનો સ્વીકાર કરશે અને તેને નિભાવશે.

મકર

મકર

આ રાશિના પુરુષો અનુસાશન પ્રિય હોય છે. તેમની માટે કુટુંબ, રીત-રિવાજ વધુ અગત્યના છે. તેઓ એવા પાર્ટનરની શોધમાં રહે છે જેમની સમજ વધુ સારી હોય. જો તેઓ તમને લઈ સિરિયસ છે અને તમારામાં રસ ધરાવે છે તો તેઓ તમારા વિશે વધુને વધુ જાણવા અને તમારી સાથે સમય વિતાવવું પસંદ કરશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના છોકરા ખુશમિજાજી અને ખુલા દિલના હોય છે. તેમને ખુલીને જીવવું પસંદ છે. તેમની લાગણીઓ વિશે જાણવું ખૂબ મુશ્કેલ છે. તેમને બોરિંગ લોકો જરાય ગમતા નથી. તેમનો તમારામાં રસ હશે તો તેઓ સામેથી તમારી તરફ ખેંચાઈ આવશે.

મીન

મીન

આ રાશિના પુરુષો ખૂબ જ રોમેંટિક અને હેલ્પફૂલ હોય છે. જો કે તેઓ જલ્દી કોઈના પર ભરોસો કરતા નથી. જો તેમને તમારી સાથે સમય વિતાવવો ગમે છે તો આ સંકેત છે કે તેમને તમારામાં રસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X