Vastu Tips : ઘરમાં નથી ટકતા પૈસા, આર્થિક તંગીથી બચવા અપનાવો આ 7 ઉપાય
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારેય સૂકા ફૂલ કે માળા ન રાખવી જોઈએ. સુકાયેલા કે વાસી ફૂલોને પૂજા ઘરમાંથી તરત જ કાઢી નાખવા જોઈએ. વાસી ફૂલોની માળા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે.
Vastu Tips : મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિની એક જ ફરિયાદ રહે છે કે, તેમની આવક ગમે તેટલી વધે પણ તેમની પાસે પૈસા ટકતા નથી. તેમની પાસે પૈસા બચત નથી થતી. આવા સમયે તમારે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલી કેટલી વાસ્તુ ટીપ્સ (Vastu Tips ) અપનાવવી જોઇએ.

વ્યક્તિ ઈચ્છે, તો પણ ધનનો સંગ્રહ કરી શકતા નથી
જો તમારી સાથે પણ આવું થાય છે અને ઘણી કોશિશ કર્યા બાદ પણ પૈસા ઘરમાં નથી ટકી રહ્યા તો તેનું એક કારણ વાસ્તુ દોષ હોય શકેછે.
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, આપણા ઘરમાં કેટલાક એવા વાસ્તુ દોષ અથવા વસ્તુઓ હોય છે, જેના કારણે ઘરમાં પૈસા રોકાતાનથી.વાસ્તુ દોષના કારણે વ્યક્તિ ઈચ્છે, તો પણ ધનનો સંગ્રહ કરી શકતા નથી.

આ દિશામાં રાખો તિજોરી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર ભાગ કુબેરનો વાસ માનવામાં આવે છે, તેથી ઉત્તર દિશામાં તિજોરી રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય જો તમે તિજોરીમાં પૈસા રાખો છો, તો તેને વચ્ચે કે, ઉપરના ભાગમાં રાખો. પૈસા તિજોરીના નીચેના ભાગમાં ન રાખો.

આ વસ્તુઓને તિજોરીમાં સ્થાપિત કરો
વાસ્તુ અનુસાર વ્યાપર વૃદ્ધિ યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, બીસા યંત્ર જેવા શુભ યંત્રોને તિજોરીમાં રાખવું શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરની તિજોરી ક્યારેય ખાલી થતી નથી.

મા લક્ષ્મી અને કુબેરની મૂર્તિ સ્થાપિત કરો
જો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં ધન ટકતુ નથી, તો ધનની દેવી લક્ષ્મી અને કુબેર દેવની મૂર્તિ પૂજા ઘરમાં સ્થાપિત કરો. તેમજ તેમની નિયમિત પૂજા કરો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે.

ગંદા વાસણો ન રાખો
ઘણીવાર લોકો રાત્રિભોજન બાદ રસોડામાં ગંદા વાસણો છોડી દે છે અને સવારે ઉઠીને તેને સાફ કરે છે. વાસ્તુ અનુસાર આવું કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. જે ઘરોમાં રાત્રે એઠા વાસણો મૂકવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય રોકાતા નથી. એટલા માટે તમે રાત્રે વાસણોને ધોઇને સુઇ જાઓ.

ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખો
કહેવાય છે કે, જે ઘરમાં ગંદકી હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી. એટલા માટે ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં કચરો ક્યારેય ન રાખવો જોઈએ, આ દિશાને મંદિરનું સ્થાન માનવામાં આવે છે.

ઘરમાં દક્ષિણમુખી શંખ રાખો
જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો દક્ષિણાવર્તી શંખને પૂજા ઘરમાં રાખો. નિયમિત પૂજા સમયે શંખ પણ વગાડો. આમકરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. જે સાથે સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

સૂકા ફૂલો
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારેય સૂકા ફૂલ કે માળા ન રાખવી જોઈએ. સુકાયેલા કે વાસી ફૂલોને પૂજા ઘરમાંથી તરત જ કાઢીનાખવા જોઈએ. વાસી ફૂલોની માળા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે, જે કારણે ઘરમાં પણ ગરીબી આવે છે.












Click it and Unblock the Notifications
