સપા અને કોંગ્રેસની મિત્રતા જામશે કે નહિં, જાણો શું કહે છે જ્યોતિષ?

Posted By:
Subscribe to Oneindia News

રાજકારણમાં કોઈ કોઈનો દોસ્ત નથી કે કોઈ કોઈનો દુશ્મન નથી. ફાયદા માટે ક્યારે કોને મિત્ર બનાવી લેવામાં આવે અને ક્યારે કોને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી કિનારો કરી દેવામાં આવે તે જે-તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. ત્યારે હાલ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જે માટે કોંગ્રેસ અને સપાએ ગઠબંધન કર્યું છે. ભાજપનું પડલું આ વખતે યુપી ચૂંટણીમાં ભારે છે. પણ તે એટલું પણ મજબૂત નથી કે સપાનું શાસન પછાડી શકે. ત્યારે માત્ર અને માત્ર રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવેલા આ જોડાયથી શું આવનારા દિવસોમાં અખિલેષ યાદવ કે રાહુલ ગાંધી કે પછી તેમની પાર્ટીને કોઇ લાભ થવાનો છે? જાણો જ્યોતિષ શું કહે છે આ અંગે....

rahul gandhi

દુશ્મન બન્યા દોસ્ત
સપાની સાયકલને હંમેશા પંચર કરવામાં વ્યસ્ત રહેનારી કોંગ્રેસ આજે સાયકલનું સ્ટેરીંગ હાથમાં લઈ સપાને ફરી સત્તામાં આવવાનું સપનું બતાવી રહી છે, તો બીજી બાજુ યુપીમાં ખોયેલા જનમતને પાછું લાવવાના ચક્કરમાં છે. આ ચૂંટણી અખાડામાં અખિલેશ અને રાહુલ સાથે મળી યુપીની જનતાને કેટલા પસંદ પડશે તે તો 11 માર્ચે જ જાણી શકાશે. તેમછતાં ગ્રહોની દશા અને ચાલને આધારે જાણીએ કે, આ બંનેની મિત્રતાને લોકો કેટલું પસંદ કરશે.

અખિલેશ યાદવ
15 માર્ચ 2012ની સવારે 11 વાગ્યાને 34 મિનિેટે અખિલેશ યાદવે મુખ્યમંત્રી પદના શપત લીધા હતા. આ સમયે ક્ષિતિજ પર મિથુન લગ્ન ઉદિત થઈ રહ્યો હતો. મિથુન એક દ્વિસ્વભાવ રાશિ છે. જે તમારા શાસનમાં મુશ્કેલીજનક સ્થિતિઓને દર્શાવે છે. વર્તમાનમાં તમારી કુંડળીમાં કેતુની દશામાં બુધનું અંતર ચાલી રહ્યું છે.

કેતુ અને બુધ બંને નીચ અવસ્થામાં છે
કેતુ અને બુધ બંને નીચ અવસ્થામાં છે. કેતુ વૃષ રાશિમાં થઈ 12માં ભાવમાં બેઠો છે અને બુધ લગ્નેશ અને ચતુર્થેશ થઈ દશમ ભાવમાં સૂર્ય સાથે વક્રી થઈ બેઠો છે. રાહુલ ગાંધીની નામ રાશિ તુલા છે, જે તમારી કુંડળીમાં પંચમભાવમાં છે. તુલાનો સ્વામી શુક્ર શત્રુ છે અને શુક્રની બીજી રાશિમાં નીચનો કેતુ બેઠો છે.

અખિલેશ અને રાહુલની જોડી જામશે નહિં
પરિણામે અખિલેશ અને રાહુલની આ જોડી જામશે નહિં. રાહુલનો સાથ અખિલેશના વ્યકિતત્વને ધુંધળું બનાવી શકે છે. અખિલેશની ચંદ્ર રાશિ ધન પર શનિની સાડાસાતી ચાલી રહીછે. જે શુભ સંકેત નથી.

રાહુલ ગાંધી
રાહુલનો જન્મ 18 જૂન 1970માં રાત્રે 9 વાગ્યાને 52 મિનિટે થયો હતો. તમારી કુંડળીમાં વર્તમાનમાં ચદ્રની મહાદશામાં ગુરુનું અંતર ચાલી રહ્યું છે. રાહુલની કુંડળીમાં ચંદ્ર નીચનો છે અને ગુરુ સમ છે. ચંદ્ર સપ્તમેશ થઈ લાભ ભાવમાં બેઠો છે અને ગુરુ તૃતિયેશ અને દ્વાદશેશ થઈ દશમ ભાવમાં સ્થિતિ છે. સપાની રાશિ કુંભ છે, જેનો સ્વામી શનિ રાહુલની કુંડળીમાં નીચનો થઈ
ચોથા ભાવમાં બેઠો છે.

અખિલેશને કોઈ ખાસ લાભ જણાતો નથી
કોંગ્રેસ અને સપાનું ગઢબંધન યુપી ચૂંટણીમાં કોઈ ખાસ કરિશ્મો કરી બતાવે તેવું જણાતું નથી. આ ગંઠબંધનનો સૌથી વધુ લાભ કોંગ્રેસને મળી શકે તેમ છે. કોંગ્રેસને યુપીમાં ગુમાવી ચૂકેલા મત પાછા મળી શકે છે. અખિલેશને આ ગઢબંધનથી કોઈ ખાસ લાભ થવાનો નથી. ઉલ્ટાનું અખિલેશની શાખ ધુંધળી થઈ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધનને 100 થી 110 સીટો મળવાની શક્યતાઓ જણાઈ રહી છે.

English summary
કોંગ્રેસ અને સપાનું ગઠબંધન કોઈ ખાસ કરીશ્મો બતાવી શકશે નહિં, આ ગઠબંધનનો સૌથી વધારે લાભ કોંગ્રેસને થવાની શક્યતા છે.
Please Wait while comments are loading...