17 માર્ચે શનિ અમાવસ્યા, પિતૃદોષ, કાલસર્પ દોષ અને શનિ શાંતિ માટે કરો આ ઉપાય..

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

જન્મકુંડળીમાં પિતૃદોષ અને કાલસર્પ દોષ હોય તો વ્યકિતનું જીવન મુશ્કેલીભર્યુ રહે છે. આવા વ્યકિતના જીવનમાં કંઈ પણ સારુ ચાલતુ નથી. ન તો એ વેપારમાં આગળ વધી શકે છે કે ન નોકરીમાં પ્રગતિ કરી શકે છે, વારંવાર બિમારીઓ પાછળ ખર્ચ થયા કરે છે. કુટુંબમાં હંમેશા વિવાદ રહે છે. ક્યારેક આ દોષથી પિડિત વ્યકિત સંતાનહિન રહી જાય છે. જો તમે પણ આ દોષોથી હેરાન છો તો 17 માર્ચે કરી શકો છો તેને દૂર કરવાના ઉપાય..

sani dev

પિતૃદોષ, કાલસર્પ દોષ અને શનિ શાંતિ
17 માર્ચ 2018ને શનિવારે શનિ અમાવસ્યા આવી રહી છે. પિતૃદોષ, કાલસર્પ દોષ અને શનિ શાંતી માટે આ દિવસ સર્વશ્રેષ્ઠ છે. આ દિવસે શનિની સાડાસાતી અને ઢૈયાથી હેરાન વ્યકિત પણ ઉપાય દ્વારા પોતાના જીવનની મુશ્કેલી દૂર કરી શકે છે.

પિતૃદોષ મુક્તિ

જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો શનિ અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી કોઈ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરો. ત્યારબાદ તેના કિનારે બેસી પિતૃ માટે પિંડદાન કરો, તર્પણ કોઈ બ્રાહ્મણ દ્વારા કરાવો. પિતૃદોષ ત્યારે નડે છે જ્યારે તમારા પૂર્વજોની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હો, અથવા તેમનું ઉત્તમ કર્મ યોગ્ય રીતે ન થયું હોય. એવામાં પિતૃઓના નામથી તેમની પસંદગીની વસ્તુનું દાન કરવામાં આવે છે. તમારી શ્રદ્ધા અનુસાર ગરીબોને ભોજન, કપડા, ધાબળા, ચંપલ, છત્રી વગેરે ભેટ આપી શકાય છે.

કાલસર્પ દોષ

જન્મકુંડળીમાં કાલસર્પ દોષ છે તો શનિ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરી તમારા પૂજા સ્થાને બેસી પિતૃ સ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ શિવમંદિરે જઈ કાચા દૂધ, ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરો. ત્યાં બેસી મહામૃત્યુંજય મંત્રની એક કે પાંચ માળા જાપ કરો. શિવલિંગ પર તાંબા કે પિત્તળનો સર્પ લગાવો. સાંજના સમયે પીપળાના વૃક્ષમાં કાચુ દૂધ ચઢાવી તેની નીચે લોટના પાંચ દિવા કરો. તેનાથી ઘણે અંશે કાલસર્પ દોષની શાંતિ થાય છે.

શનિ શાંતિ ઉપાય

શનિ વર્તમાનમાં ધન રાશિમાં છે. જેથી વૃશ્ચિકને શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો, ધનને દ્વિતિય અને મકરને પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ ત્રણ રાશિના લોકો શનિ અમાવસ્યાના દિવસે શનિ મંદિરમાં સાત સુકા નારિયેળ એક કાળા કપડામાં બાંધી અર્પિત કરો. શનિ ચાલીસાનો પાઠ કરો, ભૂખ્યા લોકોને ઈમીરતી ખવડાવો અને યથા શક્તિ વસ્ત્ર, ધાબળાનું દાન કરો. આ દિવસે વ્રત કરો.

English summary
In March 2018, the day of Amavasya is on Saturday, 17th March 2018. Here is some important facts avout shanidev.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.