શું છે કલર થેરેપી? કેવી રીતે તેનો ઉપયોગ કરી તમે મેળવશો શાંતિ

Posted By:
Subscribe to Oneindia News

દોડભાગની જીંદગીમાં વ્યક્તિ જે લોકો માટે રાત-દિવસ મહેનત કરે છે, તેમની માટે જ સમય કાઢી શકતી નથી. હા, તમે બરાબર સમજ્યા. અમે વાત કરીએ છીએ, ઘર-કુટુંબ, પત્ની-બાળકોની. જેને કારણે કુટુંબીજનો તમારાથી નારાજ રહે છે અને ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની જાય છે. જો તમારા ઘરમાં પણ રોજે-રોજ ઝગડા થતા હોય અને તમે ગૃહકલેશથી કંટાળી ગયા છો તો ઘરમાં અપનાવો કલર થેરેપી, જે તમારા ઘરને સુંદર બનાવવાની સાથે તમારા જીવનને પણ પ્રેમના રંગોથી ભરી દેશે. આછા રંગો આળસમાં વધારો કરે છે, જ્યારે ઘટ્ટ રંગો સ્ફૂર્તિ અને ઉત્સાહ વધારે છે. તમારા જીવનને નિરસ બનતા બચાવવાથી હંમેશા કલરફૂલ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દો. ઘર અને ઘરના કક્ષો માટે નીચે મુજબ કલર થેરેપી તમારા જીવનને રંગોથી ભરી દેશે. જેને અજમાવવાથી તમે તમારુ જીવન અને સંબંધોને પણ કલરફૂલ બનાવી શકો છો.

ઘરના પડદા

ઘરના પડદા

જો પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હોય તો બેડરૂમમાં લાલ અને નારંગી રંગના પડદા લગાવો, તેનાથી ઝગડા બંધ થઈ જશે. આ ઉપરાંત તમે તમારા બેઠક રૂમમાં પણ થોડા ઘાટા કલરના પડદા લગાવી શકો છો.

ઘરની દિવાલોને ઘાટ્ટા રંગ

ઘરની દિવાલોને ઘાટ્ટા રંગ

ઘરની દિવાલો પર કાળો, ગ્રે, વાદળી, કોકાકોલા જેવા ઘાટ્ટા રંગો કરાવશો નહિં, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. તેની અસર ઘરના સભ્યોના સ્વભાવ પર પડે છે. આવા રંગોના કારણે ઘરમાં સૂર્યનો પ્રકાશ વધારે ફેલાતો નથી. જેથી તમારા ઘરમાં આળશ અને નકારાત્મકતાનું પ્રમાણ પણ વધતુ જાય છે.

રસોઈ અને ડ્રોઈંગરૂમ

રસોઈ અને ડ્રોઈંગરૂમ

ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે તે માટે રસોઈઘરમાં અને ડ્રોઈંગરૂમમાં પિંક કલરનો પેંટ વાપરો. જે પરિવારના સભ્યોના સ્વભાવમાં મૃદુતા અને પ્રેમ વધારે છે. આ રંગ ઘરમાં નવા વિચારો સાથે આવે છે. જેથી ઘરના લોકોના સ્વાસ્થય પર પણ તે હકારાત્મક અસર કરે છે.

બેડરૂમ અને મનોરંજન કક્ષ

બેડરૂમ અને મનોરંજન કક્ષ

બેડરૂમમાં આછો વાદળી રંગ વાપરો, આ રંગને આછા રંગોની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. તેનાથી પતિ-પત્ની વચ્ચેની અનબન દૂર થાય છે. જ્યારે મનોરંજન કક્ષમાં તમે સ્લેટી રંગનો ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત તમે થોડા આછા અને નવા રંગોનો પણ ઉપયોગ કરી શકો છો. આછા રંગોનો મન પર પ્રભાવ વધારે થાય છે. તેથી તેનો વધુ ઉપચોગ લાભદાયક રહે છે.

સ્ટડીરૂમ અને ઓફિસ

સ્ટડીરૂમ અને ઓફિસ

સ્ટડીરૂમની દિવાલો પર હંમેશા લીલો અથવા પોપટીયો લીલો રંગ કરાવવો જોઈએ. જ્યારે ઓફિસમાં સફેદ રંગનો ઉપયોગ કરવું સારુ મનાય છે, જેનાથી વ્યક્તિનું મન શાંત અને એકાગ્ર થાય છે.

મંદિર અને વરંડો

મંદિર અને વરંડો

મંદિર અને વરંડાની દિવાલોને પીળા કે નારંગી રંગથી રંગો. જે વ્યક્તિના મનમાં આધ્યાત્મિકતા તરફ વાળે છે. આ ઉપરાંત તમે સફેદ રંગનો પણ ઉપયોગ કરી શકો છો. આ રંગ મનને એકાગ્ર કરે છે.

English summary
Every color has specific properties and characteristics that influence our moods, behavior and even lifestyle. Here are some Astro Tips

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.