હેલ્થ અને વેલ્થ બંને ઈચ્છો છો, તો રાશિ મુજબ કરો આ ઉપાય...

Posted By:
Subscribe to Oneindia News

જ્યોતિષ શાસ્ત્રએ એવુ વિજ્ઞાન છે, જેમાં મનુષ્યની લગભગ દરેક સમસ્યાઓનુ સમાધાન છે. પરંતુ એની શર્ત છે કે તેમાં અંધવિશ્વાસ નહિ, વિશ્વાસની જરૂર છે. વિશ્વાસી લોકો દરેક સમસ્યાનુ સમાધાન ઈચ્છે છે, જ્યારે અંધવિશ્વાસી ચમત્કારની આશાએ બેસી રહે છે. જે લોકો ચમત્કારની આશાએ પંડિત, મૌલવી, કે કોઈ બાબા યા ફકીર જોડે જાય છે તેમનુ માત્ર શારીરિક અને આર્થિક શોષણ જ થતુ હોય છે.

તમારા નખના અર્ધચંન્દ્રને આધારે જાણો તમારુ ભવિષ્ય

શાસ્ત્રોના દરેક ઉપાય તમારા તન અને મનને સ્વસ્થ રાખવા માટે હોય છે. જો તમે તન અને મનથી સ્વસ્થ હશો તો તમને આપો-આપ દરેક સમસ્યાઓ સામે લડવાની તાકાત મળશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રાશિ પ્રમાણે તમે હેલ્થ અને વેલ્થ બંને રીતે સમૃધ્ધ રહેવા તમારે કેવા પ્રકારના ઉપાયો કરશો.

મેષ

મેષ

મેષ રાશિવાળા જાતકો મંગળવારે પોતાના રાશિના વૃક્ષ લાલ ચંદનની પુજા કરો અને પોતાના પર્સમાં લાલ ચંદનનો એક નાનો ટુકડો રાખો.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોએ પોતાના રાશિના સ્વામી વડ વૃક્ષના મૂળ શુક્રવાકે ઘરે લાવવા અને સફેદ કપડામાં બાંધી પોતાની તિજોરીમાં જ્યાં પૈસા મુકતા હોય ત્યાં મુકવુ. જેનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી આવશે નહિં.

મિથુન

મિથુન

આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના જાતકોએ પૈસાને લગતી મુશ્કેલી દૂર કરવા માટે અઘેડાના પાન હંમેશા પોતાના પર્સમાં રાખવા જોઈએ.

કર્ક

કર્ક

આ રાશિના જાતકો પૈસાને લગતી મુશ્કેલીઓથી હેરાન હોય તો, તેવા જાતકોએ ખાખરાના ફુલોની પુજા કરી તેને પોતાની તિજોરી કે પર્સમાં રાખવા જોઈએ.

સિંહ

સિંહ

આ રાશિના જાતકોએ પૈસાને લગતી તકલીફને દૂર કરવા આંકડાની પુજા કરવી. રવિવારે આંકડાના ઝાડની પુજા કરી તેની લાકડી પૈસા સાથે તમારા ઘરમાં રાખો. જેનાથી હંમેશા તમારી પ્રગતિ થશે.

કન્યા

કન્યા

આ રાશિનો સ્વામી બુધ છે આ રાશિવાળા લોકો એ વાધારાના ઝાડની પુજા કરવી જોઈએ અને તેના મૂળની પુજા કરી તેને પોતાની પાસે રાખવા જોઈએ.

તુલા

તુલા

સફેદ ખાખરાનુ ઝાડ આ રાશિના જાતકોને પૈસા સંબંધિત લાભ કરાવી શકે છે. સફેદ ખાખરાના ફુલ કપડામાં બાંધી પૈસા સાથે તેને મુકવાથી તમારો નકામોખર્ચ અટકશે અને ધનની બચત થશે. અગાઉની સરખામણીએ તમારી આર્થિક સ્થિતિ સુધરશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો મંગળ દેવ માટે મંગળવારે ખેરના ઝાડના મૂળ લાવી તેની પુજા-વિધી કરી, તેને ધન સાથે રાખે. આમ કરવાથી આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય, ધન, પરિવાર અને કરિયરને લગતી મુશ્કેલીઓ ખતમ થઈ જશે.

ધન

ધન

આ રાશિનો સ્વામી ગુરુ છે. માટે આ રાશિના જાતકો એ પીપળાના ઝાડની પુજા કરવી જોઈએ. ગુરુવારના દિવસે પીપળાના ઝાડની પુજા કરી પીપળાની લાકડી પૈસાના સ્થાને અથવા તમારા પર્સમાં મુકો. જેનાથી તમારુ સ્વાસ્થ્ય અને નાણાકિય સમસ્યાઓ બંને હલ થઈ જશે.

મકર

મકર

આ રાશિના જાતકો પર શનિની કૃપાથી હંમેશા બધુ સારુ થાય છે. આ રાશિના લોકોએ શમીના ઝાડની પુજા કરવી અને તેના મૂળ તમારા વોલેટમાં રાખવા.

કુંભ

કુંભ

આ રાશિનો સ્વામી પણ શનિ છે માટે તેમણે પોતાના પર્સમાં કાળા કપડામાં શમીના ઝાડની લાકડી રાખવી જોઈએ. ઉપરાતં તેનો એક ટુકડો ઘરમાં ધનના સ્થાનેમુકવો જોઈએ. જેનાથી તમારા પર હંમેશા શનિદેવની કૃપા રહેશે.

મીન

મીન

આ રાશિના જાતકોએ પીળા ચંદનની લાકડીની પુજા કરી પોતાના પર્સમાં રાખવી. આમ કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારા પર રહેશે. ચંદનની લાકડીની નિયમિત પુજા કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે નહિં.

English summary
Everyone wants good Health, wealth and Success, here is tips for that thing.
Please Wait while comments are loading...