કરો આ ઉપાય મળશે ઉધારી કે દેવામાંથી છૂટકારો!

Posted By:
Subscribe to Oneindia News

શાસ્ત્રો જણાવે છે કે વ્યક્તિએ બને ત્યાં સુધી દેવું કરવાથી બચવું જોઈએ, જો કે મોટાભાગના લોકોને ક્યારેક ને ક્યારેક દેવું કરવું જ પડે છે. મકાન બનાવવા, વાહન ખરીદવા, સંતાનોના અભ્યાસમાં માટે, ઘરનો સામાન વસાવવા માટે, વેપાર માટે, કે બિમારી માટે વ્યક્તિને ઉધાર લેવું જ પડે છે. ત્યારબાદ તેને ચૂકતે કરતા કરતા તેનું આખુ જીવન વિતી જાય છે પણ દેવું તો વધતુ જ જાય છે.

દેવા મુક્તિ માટે શાસ્ત્રોક્ત ઉપાય

દેવા મુક્તિ માટે શાસ્ત્રોક્ત ઉપાય

શાસ્ત્રોમાં દેવામાંથી મુક્તિ મેળવવાના ઉપાયો જણાવેલા છે. જો તેને પૂરીં શ્રધ્ધાથી કરવામાં આવે તો તેમાંથી મુક્તિ સંભવ છે. ઉપરાંત વ્યક્તિ પાસે ધનનો સંચય પણ થવા લાગે છે. અહીં કેટલાક ઉપાયો દર્શાવેલા છે, જેના દ્વારા તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો.

દેવા મુક્તિ મંત્ર

દેવા મુક્તિ મંત્ર

ओम ऋण मुक्तेश्वर महादेवाय नमः
ओम मंगलमूर्तये नमः
ओम गं ऋणहर्तायै नमः
આમાંના કોઈ એક મંત્રની નિયમિત એક માળા કરવાથી જરૂર લાભ થાય છે. જાપ કરતી સમયે સામે ગણપતિની પ્રતિમા જરૂર રાખવી.

દેવામાંથી મુક્તિ મેળવવા માટે ધ્યાનમાં રાખવાની વાતો

દેવામાંથી મુક્તિ મેળવવા માટે ધ્યાનમાં રાખવાની વાતો

 • મંગળવારે ઉધાર ન લેવું અને લીધેલા ઉધારીનો પહેલો હપ્તો મંગળવારે આપવાનો શરૂ કરવો.
 • દેવામાંથી છુટકારો મેળવવા માટે ઋણમોચક મંગળ સ્તોત્રનો નિયમિત પાઠ કરો.
 • મંગળવારે લાલ મસુરની દાળ દાનમાં આપવી.
 • ઘરના ઈશાન ખૂણાને હંમેશા સાફ રાખજો. અહીં એક કાચના વાસણમાં ચોખ્ખુ પાણી ભરીને રાખવું અને તેમાં એક લાલ ગુલાબ નાખી રાખવું.
 • ઋણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ શુક્લપક્ષના બુધવારથી શરૂ કરી દરરોજ કરવો.
દેવામાંથી બચવાના ઉપાયો

દેવામાંથી બચવાના ઉપાયો

 • બુધવારે મગ બાફી ઘી ખાંડ ભેળવી ગાયને ખવડાવો.
 • માટીના કોડિયામાં સરસિયાનું તેલ ભરી તેને ઉપરથી બાંધી કોઈ નદી કે તળાવના કિનારે જમીનમાં દબાવી દેવું.
 • સર્વ સિધ્ધિ બીસા યંત્ર ધારણ કરો.
 • શ્રી યંત્રની નિયમિત પૂજા કરો. ઘરના પૂજા સ્થાન કે દુકાનના ગલ્લામાં રાખો.
 • મંગળવારે શિવલિંગ પર મસુરની દાળ ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ બોલી અર્પણ કરો.
 • દક્ષિણાવર્તી શંખને પૂજાના સ્થાને કાચુ દૂધ ભરીને રાખો. તેના પર લાલ ગુલાબ અર્પણ કરવું.
 • સાત ગોમતીચક્ર શુક્રવારે લક્ષ્મીની મૂર્તિની સામે રાખી તેને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો

ઋણમોચક મંગળ યંત્ર ઘરમાં સ્થાપો

ઋણમોચક મંગળ યંત્ર ઘરમાં સ્થાપો

દેવામાંથી મુક્તિ મેળવવા ઋણમોચક મંગળ યંત્ર ઉત્તમ મનાય છે. આ યંત્રને ઘરના પૂજા સ્થાને મંગળવારે સ્થાપિત કરો. નિયમિત ઋણમોચક મંગળ સ્તોત્રનો પાઠ કરો. આ યંત્રને અષ્ટધાતુ પર બનાવડાવો. 108 વખત ઓમ ઋણહર્તાયૈ નમઃ મંત્રનો જાપ કરો. નિયમિત દિપ પ્રગટાળી લાલ ફૂલ અર્પણ કરો. જલ્દી જ તમને દેવામાંથી મુક્તિ મળશે. જેમને કોઈ દેવું ન હોય તેઓ પણ આ યંત્રની પૂજા કરી ધન આગમનના રસ્તા ખોલી શકે છે.

English summary
Here is Astro Tips for Money Problem or Karz mukti ke liye upaay.Read here more.
Please Wait while comments are loading...