સુખી, સમૃદ્ધ અને ભાગ્યશાળી બનવા માટે અજમાવો આ ઉપાય

Written By:
Subscribe to Oneindia News

આપણે આપણા ભાગ્યને બદલવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર અપણી મહેનત સફળ થતી નથી. આવા સંજોગોમાં મોટાભાગના લોકો નકારાત્મક થઈ પોતાના નસીબને દોષ આપે છે. પરંતુ આજે અમે તમને એવા કેટલાક અસરકારક ઉપાયો જણાવવા જઇ રહ્યાં છે, જે કર્યા બાદ તમારે નસીબના નામ રડવાની જરૂર નહીં પડે. આ ઉપાય માટે તમને જરૂર છે માત્ર એક રોટલીની.

જો તમે કોઈ નવું કામ શરૂ કરવાના હોવ અને તે ન થઈ રહ્યુ હોય કે પછી ક્યાંયથી પૈસા મળવાના હોય અને તેમાં મોડુ થઈ રહ્યું હોય, તો હવે ચિંતા ન કરશો. આજે તમારા આવા તમામ નાના-મોટા દુઃખોનો ઉપાય તમને મળી જશે. આ ઉપાયની અસર તમને ટૂંક સમયમાં જ જોવા મળે છે.

roti

આ માટે રોજ રોટલી બનાવતી વખતે એક રોટલી અલગ મૂકી દો અને ત્યાર બાદ તેને ચાર ટૂકડા કરી લો. આ ટુકડાઓ પર ગોળ, ખાંડ કે ખીર મુકો.

રોટલીનો પહેલો ટુકડો ગાયને ખવડાવો

રોટલીનો પહેલો ટુકડો ગાયને ખવડાવવો અને ધ્યાન રાખવું કે, જ્યારે તમે ગાયને ખવડાવતા હોવ ત્યારે કોઈ તમને જોવે નહિં. રોટલી ખવડાવતી વખતે મનમાં ભગવાનને પ્રાર્થના કરવી કે, તે તમારા દરેક દુઃખ દૂર કરે. હિંદુ સંસ્કૃતિમાં ગાયનું મહત્વ અનેક ગણું છે. ગાયની પૂજા કરવામાં આવે છે.

બીજો ટુકડો કૂતરાને આપો

રોટલીનો બીજો ટુકડો કૂતરાને ખવડાવો. આ ભોજનને કુક્કર બલી કહેવામાં આવે છે.

ત્રીજો ટુકડો કાગડાને ખવડાવો

રોટલીનો ત્રીજો ટુકડો કાગડા માટે કાઢો. જ્યારે આ ટુકડો કાગડાને નાંખો ત્યારે મનમાં બોલવું, ચારે દિશાઓમાં રહેનારા કાગડા મારી બલીનો સ્વીકાર કરો.

ચોથો ટુકડો ભિખારીને આપો

જો તમને તમારી આસપાસ કોઈ ભિખારી દેખાય, તો રોટલીનો છેલ્લો ટુકડો તેને ખવડાવો. આમ કરવાથી નસીબ આડેનું પાંદડું ખસી જશે અને તમારી દરેક મુશ્કેલીઓનો અંત આવશે.

ગાય માતા આપણા દરેક દુઃખોને દૂર કરનારી છે

ગાયમાં પોઝિટીવ એનર્જી હોય છે. જો તમારા ઘરની આસપાસ ગાય છે તો માની લો કે તમારા તમામ દુઃખો દૂર થઈ ગયા. ગાયને નિયમિત જમવાનું આપો, તેનાથી જીવનમાં શાંતિ વધશે અને સાથે જ પૈસાનો વરસાદ પણ થશે.

English summary
Here are some tips which you can do with just one chapati or Roti to get Good luck and wealth.
Please Wait while comments are loading...