તમારી કુંડળીમાં હશે આ યોગ તો તમે પણ કરી શકો છો વિદેશ યાત્રા

Posted By:
Subscribe to Oneindia News

આજના આધુનિક યુગમાં લગભગ દરેક નવયુવાનને અભ્યાસ પૂરો કરી વિદેશ જવાના અરમાન હોય છે. મોટું પેકેજ, ઉચ્ચ જીવનશૈલી, ઉજ્વ્વળ ભવિષ્યની અપેક્ષા તેમને વિદેશ તરફ આકર્ષિત કરે છે. જો તમારી પણ ઈચ્છા હોય કે વિદેશ જઈને ધન કમાવવું છે, તો જ્યોતિષ વિજ્ઞાનને આધારે જાણો તમારી કુંડળીમાં વિદેશ યોગ છે કે નહિં?

plan
  • જો તમારી કુંડળીમાં બીજા ભાવનો માલિક 12માં ભાવમાં સ્થિત છે અથવા 12માં ભાવ સાથે કોઈ પણ પ્રકારનો મજબૂત સંબંધ ધરાવે છે તો તમે વિદેશ જઈ પોતાની પ્રતિભા સાબિત કરવામાં સફળ થશો.
  • ત્રીજા ભાવનો સ્વામી 12માં ભાવમાં અને પાંચમા સ્થાનનો માલિક અટલે કે પંચમેશ પણ 12માં સ્થાને હોય તો વિદેશ યાત્રા થઈ શકે છે.
  • પંચમ ભાવમાં તૃતિયેશ અથવા દ્વાદશેશ ઉપરાંત 12માં ભાવમાં પંચમેશ બેઠો હોય તો વિદેશ જઈ સારું ધન કમાઈ શકવાના યોગ ગણાય.
  • નવમ સ્થાનનો માલિક કુંડળીમાં 12માં ઘરમાં હોય અને શુભ ગ્રહ નવમને જોઈ રહ્યો હોય તો જાતકના કેરિયર અને વિદેશમાં સારા ગ્રોથ કરવાના યોગ મનાય.
  • ચોથા અથવા દ્વાદશ ભાવમાં ચર રાશિ હોય અથવા ચંદ્રથી દશમાં ઘરે સૂર્ય અને શનિની યુતિ હોય તો વિદેશમાં સારું ધન કમાવવાનો અવસર મળે છે.
  • મેષ, સિંહ, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિમાં થઈ બીજા ઘરમાં શુક્ર હોય અને 12માં ઘરનો સ્વામી શુક્ર સાથે યુતિ હોય અથવા કોઈપણ પ્રકારે દ્રષ્ટિ સંબંધ હોય તો આ યોગ જાતકને વિદેશ જવાનો અવસર પ્રદાન કરે છે.
  • ભાગ્યેશ પંચમેશ અને દ્વાદદેશનો કોઈ પણ પ્રકારે સારો સંબંધ હોય તો પણ વિદેશ જવાના યોગ ગણાય છે.

નોંધ: ઉપર જણાવેલા યોગ પૂર્ણ ફળ ત્યારેજ આપે છે જ્યારે કોઈ પાપ ગ્રહ દ્વારા તે ખંડિત ન હોય.

English summary
When Sun is in the ascendant the native gets the opportunity to travel abroad.When Mercury is in the eighth house of the birth horoscope.
Please Wait while comments are loading...