Astrology Tips : લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ ઉપાયથી મળશે જીવનસાથી

જો તમારા લગ્નમાં વિલંબ થાઇ રહ્યો છે અને તમે જલ્દી લગ્ન કરવા માંગો છો, તો આ માટે ભોજનમાં પીળા રંગનું સેવન વધારવું. આ માટે હળદરનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાય છે. ન્હાવાના પાણીમાં એક ચપટી હળદરનો પણ ઉપયોગ કરી શકાય છે.

Astrology Tips : 14 જાન્યુઆરી બાદ લગ્નસરાની સીઝન શરૂ થવા જઇ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ઘણા નિયમો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વાર કૂંડળીમાં દોષ હોવાના કારણે તેમના લગ્નમાં વિલંબ થાય છે. લગ્ન માટે યોગ્ય પાત્ર નથી મળતા, તો ક્યારેક કોઇને કોઇ કારણોસર બનેલી વાતો પણ બગડી જાય છે. આવા સમયે લગ્ન સંબંધિત સમસ્યા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

તાળાને તકિયા નીચે ચાવી સાથે રાખો

તાળાને તકિયા નીચે ચાવી સાથે રાખો

દરેક વખતે લગ્નમાં એક યા બીજા કારણસર વિલંબ થઈ રહ્યો છે. જો લગ્ન માટે સારા માંગા નથી આવી રહ્યા, તો તાળાનો ઉપાય પણ કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાત્રે સૂતા પહેલા તાળાને તકિયા નીચે ચાવી સાથે રાખો. બીજા દિવસે આ તાળાઓ અને ચાવીઓને ચોકડી (ચાર રસ્તા પર) પર રાખી આવો.

ભોજનમાં પીળા રંગનું સેવન વધારવું

ભોજનમાં પીળા રંગનું સેવન વધારવું

જો તમારા લગ્નમાં વિલંબ થાઇ રહ્યો છે અને તમે જલ્દી લગ્ન કરવા માંગો છો, તો આ માટે ભોજનમાં પીળા રંગનું સેવન વધારવું. આ માટે હળદરનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાય છે. ન્હાવાના પાણીમાં એક ચપટી હળદરનો પણ ઉપયોગ કરી શકાય છે.

ગાયને ખવડાવો લોટ

ગાયને ખવડાવો લોટ

ગાયની સેવા કરવી અને તેને ખવડાવવું એ કોઈપણ રીતે હિન્દુ ધર્મમાં ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ચણાની દાળ, ગોળ, આખા ઘઉંનો લોટ અને હળદર મિક્સ કરીને તૈયાર કરેલો લોટ ગુરુવારના રોજ ગાયને ખવડાવો. આ ઉપાયથી લગ્ન સંબંધ જલ્દીથી થવાની શક્યતાઓ વધી જાય છે.

સુગંધિત રહો

સુગંધિત રહો

સુગંધ દરેકને ગમતી હોય છે. આ સ્થિતિમાં સ્નાન કર્યા બાદ સુગંધ, અત્તર અથવા પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

છોકરીના લગ્નમાં દાન કરો

છોકરીના લગ્નમાં દાન કરો

ખાસ કરીને કોઈ છોકરીના લગ્નમાં દાન કરો અને જો તે છોકરી ગરીબ પરિવારની હોય, તો તમારી યથાશક્તિ અનુસાર અવશ્ય દાન કરો. આમ કરવાથી લગ્ન માટે તમારા ભાગ્યના દ્વાર ખુલી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X