For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ: યોગી આદિત્યનાથનું ભવિષ્ય CM તરીકે કેવી રહેશે?

યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી ગૃહમાં પ્રવેશ કરવા માટે 28 માર્ચને બપોર 12: 15નો સમય નક્કી કર્યો છે તે દરેક રીતે અત્યંત શુભ છે. વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ ના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિંદુ ધર્મના પ્રતિક માનવામાં આવે છે. યોગી અત્યાર સુધી વીઆઈપી ગેસ્ટમાં જ રહી રહ્યા છે. કારણ કે મુખ્યમંત્રી ગૃહમાં શુભ મુહૂર્તમાં આવવુ તેમને માટે વધારે મહત્વનું છે. વર્તમાન સમય ગ્રહ પ્રવેશમાં યોગ્ય નથી. ખમાસ 13 એપ્રિલ સુધી ચાલશે એટલે કે સૂર્યના મેષ રાશિમાં આવવાથી અમાસ પૂરો થશે. પરિણામે યોગી આદિત્યનાથ માટે ત્યાં સુધી રાહ જોવી મુશ્કેલ છે. પરિણામે આદિત્યનાથે નવરાત્રીના શુભ સમયે મુખ્યમંત્રી હાઉસમાં જવાનું નક્કી કર્યુ છે. 28 માર્ચે હિંદુ નવવર્ષની શરૂઆત થઈ રહી છે એટલે કે આ દિવસે જ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ખાસ વાત એ છે કે યોગીજી એ આ દિવસે ગ્રહ પ્રવેશ માટે 12:15 નો જ સમય કેમ પસંદ કર્યો, આવો જાણીએ આ પાછળનું જ્યોતિષ કારણ શું છે?

28 માર્ચ બપોરે 12 વાગ્યાને 15 મિનિટ

28 માર્ચ બપોરે 12 વાગ્યાને 15 મિનિટ

આ સમયે મિથુન લગ્ન ઉદિત થઈ રહ્યો છે. મિથુન લગ્ન એક દ્વિસ્વભાવ રાશિ છે, જેનો સ્વામી બુધ મેષ રાશિમાં થઈ લાભ ભાવમાં રાજ્યના કારક દશમેશ મંગળની સાથે બેઠો છે. ચંદ્ર મીન રાશિમાં થઈ દશમ ભાવમાં સૂર્યનો સાથ આપી રહ્યો છે. મીનનો ચંદ્ર ગજકેસરી યોગનું નિર્માણ પણ કરી રહ્યો છે.

રાજ્યના હિતમાં રહેશે

રાજ્યના હિતમાં રહેશે

ચંદ્ર મનનો કારક હોય છે. ચંદ્રના ઉચ્ચ અવસ્થામાં રહેવાને કારણે મન શાંત રહે છે અને મંગળ લાભ ભાવમાં છે, પરિણામે માનસિક શક્તિ દ્વારા લીધેલા નિર્ણય રાજ્ય માટે હિતકારી રહેશે.

ચંદ્ર બળવાન હોવો જોઈએ

ચંદ્ર બળવાન હોવો જોઈએ

બીજું કારણ 19 માર્ચે યોગીએ જે સમયે મંખ્યમંત્રી પરના શપથ લીધા હતા. તે દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં થઈ નીચ અવસ્થામાં હતો. પરિણામે જ્યોતિષ સલાહ પ્રમાણે મુખ્યમંત્રી ગૃહમાં ત્યારે પ્રવેશ કરવો જ્યારે ચંદ્ર બળવાન સ્થિતિમાં હોય. જો ચંદ્ર કમજોર છે તો મન અશાંત રહેશે અને અઘરા નિર્ણયો લેવામાં મુશ્કેલી આવશે.

લાંબા સમય સુધી લોકોના દિલો પર રાજ કરશે

લાંબા સમય સુધી લોકોના દિલો પર રાજ કરશે

ત્રીજુ કારણ 28 માર્ચે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર બપોરે 1 વાગ્યાને 40 મિનિટ સુધી છે. આ નક્ષત્ર શનિ ગ્રહના અધિકાર ક્ષેત્રમાં આવે છે. શનિ રાજનીતિ કારક છે અને લાંબુ અંતર ખેડનાર
ગ્રહ છે. આ દિવસે મુખ્યમંત્રી ગૃહમાં પ્રવેશ કરવાથી લાંબા સમય સુધી યોગીજી ઉત્તર પ્રદેશની જનતાના દિલોમાં રાજ કરી શકે છે.

28 માર્ચે હનુમાનનો દિવસ મંગળવાર

28 માર્ચે હનુમાનનો દિવસ મંગળવાર

હનુમાનજી બ્રહ્મચારી હતા અને યોગીજી પણ બ્રહ્મચારી છે. નવરાત્રીમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. યોગીજી પણ શક્તિના પૂજારી છે અને સાથે 28 માર્ચે પરમવીર, સાહસી, રાષ્ટ્ર
સેવક હનુમાનનો મંગળવાર છે. આનાથી બહેતર મુહૂર્ત કોઈ હોઈ ન શકે.

અહીં વાંચો

અહીં વાંચો

PM મોદીને મળ્યાં યોગી, મહત્વના મુદ્દાઓ પર ચર્ચાPM મોદીને મળ્યાં યોગી, મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

English summary
Uttar Pradesh chief minister Yogi Adityanath shift into CM residence by March 28, after noon, here is Astro reasons behind this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X