Bedroom Vastu Tips : સુતા સમયે આ વસ્તુ પથારી પાસે ન રાખો, નહીંતર થશે મોટું નુકસાન

રાત્રે સુવાની પથારી આસપાસ અમુક વસ્તુ મૂકવાની આદતોને કારણે તેમને મોટા નુકસાન થઇ શકે છે. આજે આપણે આવી આદતો વિશે જાણીશું.

Bedroom Vastu Tips : ઘણા લોકોને અમુક આદતો હોય છે, જેના પર તેઓ ધ્યાન આપતા નથી. જોકે, તેનાથી તેમને નુકસાન થતું હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આવી અમુક આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનાથી તમને નુકસાન થાય છે. રાત્રે સુવાની પથારી આસપાસ અમુક વસ્તુ મૂકવાની આદતોને કારણે તેમને મોટા નુકસાન થઇ શકે છે. આજે આપણે આવી આદતો વિશે જાણીશું.

પાણીની બોટલ

પાણીની બોટલ

ઘણા લોકો રાત્રે સૂતી વખતે પલંગ પાસે પાણીની બોટલ રાખે છે. જોકે, વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવું અશુભ માનવામાં આવે છે. માથાનીઆસપાસ કે નીચે પાણીની બોટલ રાખવાથી ચંદ્રદેવને તકલીફ થાય છે.

આના કારણે નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને અનેક પ્રકારનીસમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે સૂતા પહેલા તમારા પલંગની નીચે પાણી ન રાખો.

અખબાર કે પુસ્તક

અખબાર કે પુસ્તક

ઘણા લોકોને રાત્રે સૂતા પહેલા અખબાર કે પુસ્તક વાંચવાની આદત હોય છે. જ્યારે ઊંઘ આવવા લાગે છે, ત્યારે તેઓ તેને ઓશિકા નીચેમૂકીને સૂઈ જાય છે. જોકે, વાસ્તુશાસ્ત્રમાં ઓશિકા નીચે પુસ્તક રાખવાને સારું માનવામાં આવતું નથી. આમ કરવાથી તમારી પ્રગતિમાં એવરોધો ઊભા થાય છે.

ગંદા અથવા ધોયા વગરના વાસણો

ગંદા અથવા ધોયા વગરના વાસણો

ઘણા લોકોને એવી આદત હોય છે કે, બેડરૂમમાં ભોજન કર્યા બાદ તેઓ પલંગની પાસે ગંદા અથવા ધોયા વગરના વાસણો રાખે છે. આવુંકરવાથી રાત્રે ખરાબ સપના આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે સાથે આનાથી સાથે ગરીબી પણ પ્રવર્તી શકે છે.

સોનાના ઘરેણા

સોનાના ઘરેણા

ઘણી વખત લોકો રાત્રે સૂતી વખતે પોતાના સોનાના ઘરેણા ઉતારીને તકિયા નીચે રાખે છે. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરેછે. તેનાથી દાંપત્ય જીવનમાં ખટાશ આવે છે.

ગંદા કે ધોયા વગરના કપડા

ગંદા કે ધોયા વગરના કપડા

વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગની પાસે ગંદા કે ધોયા વગરના કપડા ન રાખવા જોઈએ. આમ કરવાથી અશુભતા આવે છે અને ધનહાનિ થવાલાગે છે. આવું કરવાથી રાત્રે ખરાબ સપના પણ આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X