ગોમતી ચક્રના 10 ચમત્કારી ઉપાયો દ્વારા કરો જીવનના તમામ સુખોની પૂર્તિ
ગોમતી ચક્ર એક દુર્લભ વસ્તુ છે અને તે સરળતાથી પ્રાપ્ત થતુ નથી. આ એક સફેદ ટૂકડો હોય છે, જેના પર ચક્ર બનેલું હોય છે.
ગોમતી ચક્ર એક દુર્લભ વસ્તુ છે અને તે સરળતાથી પ્રાપ્ત થતુ નથી. આ એક સફેદ ટૂકડો હોય છે, જેના પર ચક્ર બનેલું હોય છે. આ ચક્ર પ્રકૃતિ દ્વારા નિર્મિત હોય છે. આવો જાણીએ ગોમતી ચક્રનો ક્યારેય અને કેવી રીતે ઉપયોગ કરવો. જેના દ્વારા તમારુ જીવન સુખમય બને.
હોળી અને ગ્રહણકાળમાં આ ગોમતી ચક્રને સામે મુકી ऊॅ वं आरोग्यानिकरी रोगानशेषा नमः મંત્રની 11 માળાનો જાપ કરવો અને ત્યારબાદ તેને ધ્યાનથી એક તરફ મુકી દેવું જોઈએ. આ સિદ્ધ ગોમતી ચક્ર ત્રણ વર્ષ સુધી પોતાનો પ્રભાવ દર્શાવે છે. આ પ્રયોગ બિમારીને દૂર કરવા ખાસ કામ લાગે છે. આવો વિસ્તારથી જાણીએ ગોમતી ચક્રના લાભ વિશે..

રોગ દૂર કરવા
તેનો ઉપયોગ બિમારીને દૂર કરવા માટે ખાસ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યકિત બિમાર હોય ત્યારે એક ચખ્ખા ગ્લાસમાં પાણી લઈ તેમાં ગોમતી ચક્ર નાખી દો અને ઉપર લખેલા મંત્રનું 21 વખત ઉચ્ચારણ કરો. ત્યારબાદ ગોમતી ચક્રને બહાર કાઢી લો અને આ પાણી રોગીને પીવડાવી દો. આ ઉપાય કરવાથી રોગી જલ્દી જ સાજો થઈ જાય છે.

ઘરની શાંતિ માટે
ઘરમાં વારંવાર ઝગડા અને અશાંતિ રહેતી હોય તો ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડબ્બીમાં ઘરમાં રાખો તો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

વેપારમાં વૃદ્ધિ
તમારા વ્યવસાયમાં પ્રગતિ આવે તે માટે ગોમતી ચક્ર લઈ તેને એક લાલ કપડામાં બાંધી દરવાજા પર એવી રીતે ટીંગાવો કે ગ્રાહક તેની નીચે થઈને આવે. તેનાથી વેપારમાં વૃદ્ધિ આવે છે.

નોકરીમાં પદોન્નતિ
તમારા અનેક પ્રયત્નો છતાં પ્રમોશન થતુ નથી તો એક ગોમતી ચક્ર લઈ શિવ મંદિરમાં શિવલિંગ પર ચઢાવો. આવું 21 સોમવાર સુધી સતત કરવાથી જાતકોને જલ્દી પ્રમોશન મળે છે.

પતિ-પત્નીનો પ્રેમ વધે
પતિ-પત્નીમાં મતભેદ રહેતા હોય તો આ ત્રણ ગોમતી ચક્ર લઈ ઘરની દક્ષિણ દિશામાં ક્યાંય બહાર 'હલું બલજાદ' કહી ફેંકી દેવાથી પરસ્પરના મતભેદ દૂર થાય છે અને પ્રેમ વધે છે.

પુત્ર પ્રાપ્તિ
પુત્ર પ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈ કોઈ નદી કે તળાવમાં 'હિલિ હિલિ મિલિ મિલિ ચિલિ ચિલિ હુક' પાંચ વખત બોલી વિસર્જિત કરવાથી સંતાન પેદા કરવામાં આવતી અડચણો દૂર થાય છે અને જલ્દી જ સંતાનની પ્રાપ્તિ થાય છે.

ગર્ભની રક્ષા
વારંવાર ગર્ભ પડી જતો હોય તો ગોમતી ચક્રને કપડામાં બાંધી ગર્ભવતી સ્ત્રીઓને તેમની કમરમાં બાંધવો. તેનાથી ગર્ભને રક્ષણ મળે છે.

કોર્ટ-કચેરીમાં વિજય
કોર્ટ જતી વખતે ઘરની બહાર ગોમતી ચક્ર રાખી તેના પર તમારો જમણો પગ રાખી જવાથી કોર્ટના મુદ્દાઓમાં વિજય મળે છે.

તાંત્રીક પ્રભાવ સમાપ્ત કરવા
જો કોઈ જાતક પર કોઈ પણ પ્રકારના તાંત્રિક વિધિની અસર કે છાયા હોય તો તેને બુધવારના દિવસે પોતાના માથા પરથી 19 વખત ફેરવી ચારે દિશામાં ફેંદી દેવાથી વ્યકિત પરથી તાત્રિક પ્રભાવ ખતમ થઈ જાય છે.

લક્ષ્મી કૃપા
પાંચ ગોમતી ચક્ર દિવાળીના દિવસે પૂજા ઘરમાં સ્થાપિત કરો અને તેને લક્ષ્મી માની તેનું પૂજન કરો, તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.












Click it and Unblock the Notifications
