Bhai Bij 2022 : બહેન ભાઇને આપે છે મરવાનો શ્રાપ, જાણો ભાઇ બીજની અનોખી પરંપરા
ભારતમાં અસાધારણ વાતો પણ સાધારણ લાગે છે. વિશ્વ વિખ્યાત પ્રવાસી માર્ક ટ્વેન ભારત વિશે લખે છે કે, ભારત 100 રાષ્ટ્રનો એક દેશ છે. ભારત એક તહેવારોની ભૂમિ છે. દેશમાં વિવિધ ધર્મ અને પ્રાંતના અનેક તહેવારો ઉજવવામાં આવે છે.
Bhai Bij 2022 : ભારતમાં અસાધારણ વાતો પણ સાધારણ લાગે છે. વિશ્વ વિખ્યાત પ્રવાસી માર્ક ટ્વેન ભારત વિશે લખે છે કે, ભારત 100 રાષ્ટ્રનો એક દેશ છે. ભારત એક તહેવારોની ભૂમિ છે. દેશમાં વિવિધ ધર્મ અને પ્રાંતના અનેક તહેવારો ઉજવવામાં આવે છે.

દુનિયામાં ભારતમાં દરેક તહેવાર અને રીત-રિવાજો અલગ હોય છે. ઉત્તર ભારત અને ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીનો અંતિમ દિવસ એટલે ભાઇ બીજ. ભાઇ બીજના રીતરિવાજો પ્રાંત મુજબ અલગ અલગ હોય છે. આજે અમે તમને ભાઇ બીજ સાથે જોડાયેલી અજીબ પરંપરા વિશે જણાવી રહ્યા છીએ.
ભાઇ બીજનો તહેવાર પણ રક્ષાબંધનની જેમ ઉજવવામાં આવે છે, જેમાં બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, પરંતુ કેટલીક જગ્યાએ બહેનો ભાઈઓને મરવાનો શ્રાપ આપે છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે.
ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત કરે છે. આ એક પરંપરા છે, જે વર્ષોથી અનુસરવામાં આવે છે. આવો જાણીએ આ કેવા પ્રકારની પરંપરા છે અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

કરવામાં આવે છે અનોખી પરંપરાનું પાલન
આ અનોખી પરંપરા છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અનુસરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાસ સમુદાયના લોકો આ પરંપરાનું પાલન કરે છે.
છોકરીઓ તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે અને આ ભાઈ બીજના દિવસે કરવામાં આવે છે. ભાઈ બીજ નિમિત્તે બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે, બહેનો તેમની જીભ પર કાંટા પણ ભોંકે છે.
આ દરમિયાન યુવતીઓ યમલોકના જીવોની મૂર્તિ બનાવે છે અને તેને કચડી નાખે છે. એવું માનવામાં આવે છે કે, ભાઈ બીજના દિવસે આ પરંપરાનું પાલન કરવાથી યમરાજનો ભય નથી રહેતો. એક દંતકથામાં પણ તેનો ઉલ્લેખ છે.
જાણો પરંપરા પાછળની દંતકથા
પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર યમરાજ એક એવી વ્યક્તિને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. ઘણી તપાસ કર્યા બાદ યમરાજને એક એવો માણસ મળ્યો, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે, તે તેના ભાઈના પ્રાણ હરવા માંગે છે.
આ જાણ્યા બાદ બહેને તેના ભાઈને ગાળો આપી અને તેને શાપ પણ આપ્યો હતો. જેના કારણે યમરાજ તેનો જીવ લઈ શક્યા ન હતા. તેનાથી આ વ્યક્તિનો જીવ બચી ગયો હતો, ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
