For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bhaumvati Amas 2023: શુભ યોગમાં આવી ભોમવતી અમાસ, દેવા મુક્તિ માટે કરો આ ઉપાય

21 માર્ચ, 2023ના રોજ આવતી ચૈત્ર અમાસ મંગળવાર હોવાને કારણે, ભોમવતી અમાસ સંયોગ બન્યો છે. આ દિવસે તમામ કાર્યો માટે સિદ્ધિદાયક સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે.

By Desk
|
Google Oneindia Gujarati News
puja

Bhaumvati Amas 2023: સંવત 2079ની છેલ્લી અમાસના દિવસે અનેક વિશેષ સંયોગો બન્યા છે. 21 માર્ચ, 2023ના રોજ આવતી ચૈત્ર અમાસ મંગળવાર હોવાને કારણે, ભોમવતી અમાસ સંયોગ બન્યો છે. આ દિવસે તમામ કાર્યો માટે સિદ્ધિદાયક સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે અને શુભ યોગ છે જે શુભ કાર્યોમાં સફળતા અપાવે છે. આવા ખાસ સંયોગમાં આવી રહેલી આ અમાવસ્યા દેવાથી મુક્તિ અપાવનારી છે.

આર્થિક સ્થિતિ સુધારી શકાય છે

ભોમવતી અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકાય છે. દેવામાં ઝડપથી રાહત મળે છે અને નાણાંનો પ્રવાહ વધે છે. 21 માર્ચે અમાસની તિથિ રાતે 10:52 સુધી રહેશે. આ દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર સાંજે 5.27 સુધી રહેશે, શુભ યોગ બપોરે 12.41 સુધી રહેશે. સર્વાર્થસિદ્ધિ યોગ બીજા દિવસે સાંજે 5:28થી સવારે 6:34 સુધી રહેશે. શુભ દિવસ અને રાત્રે સર્વાર્થસિદ્ધિ યોગની હાજરીમાં લેવાયેલા ઉપાયો સફળ થશે.

Gujarat Weather: રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહીGujarat Weather: રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

દેવા મુક્તિના ઉપાય

  • ભેમવતી અમાસના દિવસે, સૂર્યોદયથી બપોરે 12.41 સુધી, તમારા ઘરના પૂજા સ્થાનમાં લાલ રેશમી કપડા પર તાંબાના મંગલ યંત્રની સ્થાપના કરો. યંત્રને ગંગાજળથી સ્નાન કરાવો અને તેના પર લાલ ચંદનથી નવ બિંદુઓ લગાવો. આ પછી મંગલ સ્તોત્રનો પાઠ કરો. આ યંત્રના રોજ દર્શન અને પૂજા કરવાથી જલ્દીથી કર્જમાંથી મુક્તિ મળશે.
  • ભોમવતી અમાસના દિવસે શિવલિંગ પર લાલ મસૂરની દાળ ચઢાવવાથી ઋણ મુક્તિનો માર્ગ ખુલે છે. નવી લોન લેવાની જરૂર નથી રહેતી. સાત ગોમતી ચક્ર પર કેસરી બિંદુઓ લગાવો અને લાલ ફૂલોથી તેમની પૂજા કરો અને તેમને લાલ રેશમી કપડામાં બાંધો અને સૂર્યપ્રકાશ બતાવ્યા પછી તેને તમારી તિજોરીમાં રાખો. દર અમાસ પર આને બહાર કાઢો અને દીવો પ્રગટાવો. તેનાથી તિજોરી હંમેશા ભરેલી રહેશે.
  • જે લોકોની કુંડળીમાં મંગળ દોષ, અંગારક દોષ, મંગળ કષ્ટદાયક હોય તેમણે ભોમવતી અમાસના દિવસે સવારે પાણીમાં ખેરના ઝાડની છાલ પીસીને તે પાણીથી સ્નાન કરવુ જોઈએ. તેનાથી મંગળ સંબંધિત દોષ દૂર થાય છે.

Gold Rates Today: સોનુ-ચાંદી થયુ મોંઘુ, જાણો કેમ વધી રહ્યા છે ભાવ, તમારા શહેરમાં શું છે આજનો રેટGold Rates Today: સોનુ-ચાંદી થયુ મોંઘુ, જાણો કેમ વધી રહ્યા છે ભાવ, તમારા શહેરમાં શું છે આજનો રેટ

English summary
Bhaumvati Amas on 21st March. Hindu devotees take a dip in the holy rivers. Read details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X