Budh Gochar 2024: જીવનમાં આવશે મોટા પરિવર્તન, મળશે અઢળક ધન લાભ

Budh Gochar 2024: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધ ગ્રહ 10 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. શુક્રવારની સાંજે 7 કલાક અને 3 મિનિટ પર બુધ ગ્રહ મંગળની રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન 6 રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે. ઉલ્લેખનીય છે કે, 10 મેના રોજ સાંજે 07:03 કલાકે બુધ ગ્રહ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 21 દિવસ સુધી આ રાશિમાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31 મેના રોજ બપોરે 12:20 કલાકે બુધ પોતાની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઈ 6 રાશિઓને આ સમયગાળામાં વિશેષ લાભ થવાનો છે.

મિથુન રાશિ પર બુધ ગોચરની અસર - જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, મિથુન રાશિના જાતકોને મેષ રાશિમાં બુધના રાશિ પરિવર્તનથી શુભ ફળ મળશે. તેની શુભ અસર તમારા જીવન પર સ્પષ્ટપણે જોવા મળશે.

આ સમયગાળા દરમિયાન તમે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકો છો. તેનાથી સમગ્ર પરિવારમાં ખુશીઓ આવશે. અચાનક આર્થિક લાભ થશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. 21 દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે, પરંતુ સખત મહેનત કરવાનું બંધ કરશો નહીં.

Budh Gochar 2024

કર્ક રાશિ પર બુધ ગોચરની અસર - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગોચર તમને પદ અને પ્રતિષ્ઠા અપાવનાર છે. આ સમય દરમિયાન, જો તમે કોઈ નવું કામ કરવા માંગો છો અથવા નવી નોકરી મેળવવા માંગો છો, તો તે તમને સુખદ પરિણામો આપશે, ત્યાં સુખની સંભાવના છે.

આ સમયગાળા દરમિયાન તમે નવી ગાડી, ઘર કે અન્ય સંપત્તિ ખરીદો તેવી શક્યતાઓ છે. એટલું જ નહીં, તમારા કરિયરમાં તમારો પ્રભાવ વધશે. આ સમયગાળા દરમિયાન તમને નવી તકો મળશે.

સિંહ રાશિ પર બુધ ગોચરની અસર - મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ રાશિના લોકો માટે વરદાનથી ઓછો નથી. જેમને લાંબા સમયથી પ્રમોશન નથી મળ્યું અથવા પગારમાં વધારાની અપેક્ષા છે તેઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે.

આ સમય દરમિયાન દુશ્મનો પણ પરાજિત થશે, તમે જે પણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તેમાં તમને સફળતા મળશે. કોર્ટ તરફથી તમને રાહત મળી શકે છે. આવા સમયે, જો તમારી પાસે વિદેશ પ્રવાસની ઇચ્છા છે, તો તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે.

તુલા રાશિ પર બુધ ગોચરની અસર - વૈદિક જ્યોતિષ અનુસાર, તુલા રાશિના જાતકોને બુધની રાશિમાં પરિવર્તનના કારણે સાનુકૂળ પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન, તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો.

આ સાથે અચાનક તમને વિદેશ જવાની તક મળશે. આટલું જ નહીં, કેટલાક સરકારી કામ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમને નવા કામ માટે પ્રસ્તાવ પણ મળશે. પૂજામાં રસ રહેશે.

ધન રાશિ પર બુધ ગોચરની અસર - વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ મેષ રાશિમાં પ્રવેશવાને કારણે ધનુ રાશિના લોકોને સફળ પરિણામ મળશે. નવા પરિણીત યુગલો માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે. વિવાહિત જીવનમાં રોમાન્સ વધશે તો આનંદની અનુભૂતિ થશે.

અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. આ સમયે તમને નવો જીવનસાથી મળી શકે છે. જો તમે સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમયે સફળતા મળવાની સંભાવના છે.

કુંભ રાશિ પર બુધ ગોચરની અસર - ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને બુધ ગોચરનું શુભ ફળ મળશે. આ સમયે તમને નવો કોન્ટ્રાક્ટ મળી શકે છે, જે તમારા પગારમાં વધારો કરશે.

આ સમયે વેપાર કરનારા લોકોને સારો ફાયદો થશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. આવકમાં વધારો થવાની ધારણા છે. 10મી મેથી 31મી મે દરમિયાન કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X