Camphora In Puja : પૂજામાં કપૂરનો ઉપયોગ કેમ કરાય છે? જાણો શું છે તેનું મહત્વ?
Camphor Use In Puja : ભારતીય પરંપરામાં ધાર્મિક વિધિવિધાનોમાં કેટલીક ખાસ વસ્તુઓનું મહત્વ છે. આ વસ્તુઓને અચુક પૂજામાં વાપરવામાં આવે છે.
તમારા ધ્યાને આવ્યુ હશે કે ઘરે કોઈ પૂજા હોય તો તેમાં કપૂરનો ઉપયોગ થાય છે. શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે અને કેમ કપૂરનો ઉપયોગ કરાય છે?

જણાવી દઈએ કે, કપૂર સળગી જાય ત્યારે કોઈ અવશેષ બાકી રહેતા નથી. આને નિઃસ્વાર્થતા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે.
આ દર્શાવે છે કે વ્યક્તિ પોતાના અહંકાર અને અશુદ્ધિઓને બાળીને ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરે છે. કપૂર બાળવાથી વાતાવરણમાં સુખદ સુગંધ ફેલાય છે અને તે સકારાત્મકતા અને શાંતિનું પ્રતીક મનાય છે.
કપૂર સળગાવવાથી વાતાવરણ સુગંધિત બને છે, આ દર્શાવે છે કે વ્યક્તિ પોતાના અહંકારને દૂર કરીને સકારાત્મકતા ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. આ જ્ઞાન અને પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ પણ દર્શાવે છે.
કપૂરની જ્યોત દેવ ચહેરાને પ્રકાશિત કરે છે, જે ભક્તના જીવનમાં દૈવી પ્રકાશની હાજરીનું પ્રતીક ગણાય છે. અગ્નિને શુદ્ધિકરણનું પ્રતીક માનવામાં આવે છે અને એટલે જ આરતીનો પ્રકાશ અશુદ્ધિઓને દૂર કરે છે. તેની મદદથી ઉપાસક તેના આત્મા અને દિવ્યતા સાથે જોડાઈ શકે છે.
એક માન્યતા એવી પણ છે કે કપૂરની સુગંધ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને શાંતિ અને પવિત્રતાનું વાતાવરણ બનાવે છે. મનાય છે કે આરતી માત્ર પૂજાનો એક ભાગ નથી પરંતુ તે આધ્યાત્મિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે.
પૂજા વિધિ દરમિયાન કપૂર બાળવાની પરંપરા વૈદિક કાળની ચાલી આવી રહી છે. પૂજામાં કપૂરનો ઉપયોગ શરણાગતિ, સકારાત્મકતા અને પ્રાચીન પરંપરાઓ સાથે જોડાણનું પ્રતીક છે, જે તેને હિંદુ ધાર્મિક વિધિઓનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે.












Click it and Unblock the Notifications
