મહિલાઓ શની દેવની પુજા કરી શકે? પૂજા કરતા રહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
શની દેવને ન્યાયના દેવ માનવામાં આવે છે. કહેવાય છે કે તેમનો ક્રોપ જીંદગીમાં મોટી ઉથલપાથળ મચાવી શકે છે. આ માટે જ તેમની પુજામાં ઘણુ ઘ્યાન રાખવુ પડે છે.
જો શનિદેવ ક્રોધિત થાય છે તો તેઓ સજા કરવામાં પાછીપાની કરતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે શનિદેવ હંમેશા સજા આપે છે. શનિદેવ શુભ ફળ આપે છે ત્યારે જીવન સ્વર્ગ જેવું બની જાય છે અને શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિથી ગરીબને પણ રાજા બનાવી દે છે.

મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે?
શનિદેવની પૂજાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે, જેમાંથી એક સવાલ એ છે કે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે? આનો જવાબ હા છે. સ્ત્રી-પુરુષ બધા શનિદેવની પૂજા કરી શકે છે.
જો કે મહિલાઓએ શનિદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ આ ભૂલોથી બચવું જોઈએ.
- જો કોઈ સ્ત્રીની કુંડળીમાં શનિની મહાદશા, શનિની સાડા સાતી ચાલી રહી હોય તો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને દોષો ઘટાડવા માટે કોઈ જ્યોતિષ કે પંડિતને પૂછીને શનિદેવની પૂજા કરી શકો છો.
- મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ, તેનાથી શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે.
- મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. આ નકારાત્મક ઉર્જા ધરાવતી મહિલાઓને અસર કરે છે.
- શનિદેવની પૂજામાં સરસવનું તેલ ચઢાવવાનું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું મહત્વ છે. પરંતુ મહિલાઓએ ભૂલથી પણ શનિદેવની મૂર્તિને તેલ ન ચઢાવવું જોઈએ. તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા મૂર્તિની પાસેના વાસણમાં સરસવનું તેલ રાખી શકો છો. પરંતુ મૂર્તિને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું.
- એવું માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓએ શનિદેવની પૂજા ન કરવી જોઈએ કે શનિ મંદિરમાં જવું જોઈએ નહીં.
- સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ શનિદેવના મંદિરે નથી જતી. જો તમે શનિદેવના મંદિરમાં નથી જતા તો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસવનું તેલ, લોખંડ, કાળી અડદની દાળ અને કાળા તલ વગેરેનું દાન કરી શકો છો. તેનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે અને વ્યક્તિ તેના આશીર્વાદ મેળવે છે.












Click it and Unblock the Notifications
