તમે પણ સલમાન ખાન જેવી પ્રસિદ્ધ મેળવી શકો જો તમારી કુંડળીમાં હશે આ યોગ

Posted By:
Subscribe to Oneindia News

દુનિયા એક રંગમંચ છે, જેમાં તમામ લોકો પ્રકૃતિના ઈશારે પોત પોતાની ભૂમીકાઓ ભજવી રહ્યા છે. આ વાત તો છે રિયલ લાઈફની પણ જો તમે રીલ લાઈફમાં જઈ નામ શોહરત, ગ્લેમર અને ધન કમાવવા ઈચ્છી રહ્યા હોવ તો તે માટે તમારે અનેક ચેલેન્જોનો સામનો કરવો પડશે. આજે અમે તમને જાણાવીશું કે કલા ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરવા માટે તમારી કુંડળીમાં કયા કયા ગ્રહો ભૂમીકા ભજવે છે, બોલિવુડમાં પ્રવેશ કરવા, કલા ક્ષેત્રે નામ બનાવવા કયા ગ્રહો બળવાન હોવા જોઈએ?

salman
 • આ ક્ષેત્રે નામ કમાવવા માટે સૌથી મહત્વું છે શુક્રનું તમારા કુંડળીમાં મજબૂત રહેવું. શુક્ર સૌંદર્ય, સંગીત, નૃત્ય અને અભિનય વગરે કલાઓમાં સિદ્ધિ અપાવે છે.
 • બુધ વાણીનો કારક છે, જો કલાકારના અવાજમાં જાદુ નહિં હોય તો પણ તેની માટે સફળ થવામાં મુશ્કેલી આવશે.
 • સૂર્ય પ્રસિધ્ધિ અપાવે છે, પરિણામે એક નામચીન કલાકાર બનવા માટે સૂર્યનું તમારી કુંડળીમાં મજબૂત રહેવું પણ તેટલું જ મહત્વું છે.
 • ફિલ્મ કે ટીવી કલાકાર બનવા માટે કુંડળીમાં રાહુનું બળવાન રહેવું જરૂરી છે.
khan

કલાકાર બનવાના યોગ

 • અભિનય કે ગાયકીમાં અવાજનું સ્થાન પ્રમુખ હોય છે. જો અવાજ સારો નથી તો અભિનય કે ગાયકીમાં સિધ્ધિ મેળવામાં મુશ્કેલી આવશે. કુંડળીમાં દ્રિતિય ભાવ વાણી સાથે સંબંધ ધરાવે છે અને પંચમ ભાવ મનોરંજનનો કારક છે. દશમ ભાવ આજીવિકાનો કારક છે, તેનો દ્રિતિય અને પંચમભાવ સાથે સંબંધ હોવો જોઈએ.
 •  વૃષભ અથવા તુલાની કુંડળીમાં બુધ અને શુક્રની યુતી દશમ કે પંચમ ભાવમાં હોય સાથે જ રાહુ બલવાન હોય તો વ્યકિત અભિનયના ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરે છે.
 • જો કુંડળીમાં પંચમ ભાવ પર લગ્નેશની દ્રષ્ટિ હોય અને સાથે શુક્ર અને ગુરુ દેખતા હોય તો કલાકાર બનવાના યોગ છે.
 • બુધ, શુક્ર અને લગ્નેશ જે જાતકની કુંડળીમાં હોય અને રાહુ ઉચ્ચ કે ત્રિકોણમાં હોય તો વ્યકિત કલાકારી ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવી શકે છે.
 • લગ્ન પર ઓછામાં ઓછા બે શુક્ર ગ્રહોની દ્રષ્ટિ હોય અને તૃતીય ભાવનો સ્વામી શુક્રની સાથે યુતી સંબંધ બનાવી રહ્યો છે તો જાતક કલાકાર બની શકે છે.
 • ચંદ્ર પંચમ, દશમ અને એકાદશ ભાવમાં ઉચ્ચનો કે સ્વરાશિનો હોય અને શુક્ર દ્વિતિય ભાવમાં હોય, ચંદ્રની સાથે તેની યુતી હોય તો વ્યકિત કલા ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવી શકે છે.
 • જો તમારી કુંડળીમાં માલવ્ય યોગ, શશ યોગ, ગજકેસરી યોગ, સરસ્વતી યોગ અને પ્રસિધ્ધિ યોગ વગેર છે તો તમે કલા અને દુનિયામાં પોતાનું નામ કમાઈ શકે છે.
English summary
For Raj yoga in films, astrologers analyze periods, planetary relationships, conjunction and vision in the birth-c.art.
Please Wait while comments are loading...