Chaitra Navratri 2022: નવરાત્રિના પહેલા દિવસે થાય છે મા શૈલપુત્રીની પૂજા, જાણો શુભ મુહૂર્ત, મંત્ર
નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો હોય છે. જાણો શુભ મુહૂર્ત, મંત્ર.
નવી દિલ્લીઃ નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો હોય છે. તેમને પ્રથમ નવદુર્ગા પણ કહેવામાં આવે છે. આ દિવસે માને સફેદ વસ્તુઓનો પ્રસાદ ધરાવવો જોઈએ. ભક્તગણ નવરાત્રિના નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. જે લોકો પૂરા વ્રત નથી રાખતા, તે પહેલા અને છેલ્લા દિવસ ઉપવાસ રાખે છે. માનુ આ રૂપ ખૂબ જ પ્રેમાળ છે. માનવામાં આવે છે કે શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને પોતાના બધા કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે.

આ છે પૂજાના શુભ મુહૂર્ત
- પ્રથમ દિવસઃ 2 એપ્રિલ શનિવાર
- બ્રહ્મ મુહૂર્ત - 04:38 am થી 05:24 pm
- અભિજીત મુહૂર્ત- 12:00 pm થી 12:50 pm
- વિજય મુહૂર્ત- 02:30 pm થી 03:20 pm
- ગોધૂલિ મુહૂર્ત- 06:27 pm થી 06:51 pm
- અમૃત કાળ- 08:53 am થી 10:32 am
- નિશિતા મુહૂર્ત-12:01 am થી એપ્રિલ 03ના રોજ 12:47 am
નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો હોય છે
પ્રથમ દિવસઃ મા શૈલપુત્રી
રૂપઃ સરળ, સુંદર, મોહક, સૌમ્ય
એક હાથમાં પુષ્પ, બીજા હાથમાં ત્રિશૂળ
વાહનઃ બળદ
મા શૈલપુત્રી મંત્ર -
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ॐ शैलपुत्री देव्यै नम:।
वन्दे वांक्षितलाभाय चंद्रार्धकृतशेखराम।
वृशारूढ़ां शूलधरां, शैलपुत्रीं यशस्विनीम।
પંચક સમાપ્ત
પંચાંગની ગણતરી અનુસાર 2 એપ્રિલ, 2022, શનિવારે પ્રાતઃ 11 વાગીને 21 મિનિટે પંચક સમાપ્ત થશે.












Click it and Unblock the Notifications
