For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : આ કારણોથી તૂટે છે પતિ-પત્નીના સંબંધો! આજે જ સુધારી લો આ 5 ભૂલો

અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ ઉપરાંત આચાર્ય ચાણક્યએ વ્યવહારિક જીવન વિશે ઘણી બાબતો કહી છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે આપવામાં આવેલા પાઠનો પણ સમાવેશ થાય છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ ઉપરાંત આચાર્ય ચાણક્યએ વ્યવહારિક જીવન વિશે ઘણી બાબતો કહી છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે આપવામાં આવેલા પાઠનો પણ સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલા નીતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, પતિ-પત્નીએ હંમેશા કેટલીક બાબતોથી દૂર રહેવું જોઈએ, નહીં તો તેમના સંબંધો બગડી શકે છે.

chanakya niti

પતિ-પત્નીએ અપનાવવી જોઈએ આ બાબતો

આચાર્ય ચાણક્ય કહે છે કે, પતિ-પત્નીના સંબંધોને હંમેશા મજબૂત રાખવા માટે જરૂરી છે કે તેઓ હંમેશા કેટલીક બાબતોથી દૂર રહે.

જૂઠ : પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ઈમાનદારી, સત્યતા અને વિશ્વાસ પર આધારિત છે. જો તેઓ એકબીજા સાથે જૂઠું બોલે છે, તો તેમનો સંબંધ તૂટવાની આરે પહોંચી શકે છે. સંબંધ પણ તૂટી શકે છે.

ગુસ્સો : ગુસ્સો એક એવી વસ્તુ છે, જેમાં વ્યક્તિ ભૂલી જાય છે કે, તે શું કરી રહ્યો છે અથવા શું બોલી રહ્યો છે. ક્યારેક ગુસ્સામાં આવી વાત બોલે છે જે આખી જીંદગી ડંખતું રહે છે. જે કારણે પતિ-પત્નીએ એકબીજા પર ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ.

ગોપનીયતા (પ્રાઇવસી) : એવી ઘણી વસ્તુઓ છે, જે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ રહેવા દો તો સારૂ રહે છે. જો કોઈ ત્રીજી વ્યક્તિ પતિ-પત્નીની અંગત બાબતો વિશે જાણશે તો તે તેમના સંબંધો માટે સારું નથી.

અપમાન : પતિ-પત્નીના સંબંધ માટે જેટલો મહત્ત્વનો પ્રેમ છે, તેટલો જ મહત્ત્વનો એકબીજા પ્રત્યેનો આદર છે. તેઓએ ભૂલથી પણ એકબીજાનું અપમાન ન કરવું જોઈએ.

ચારિત્ર્યહીનતા : માત્ર પતિ-પત્ની જ નહીં, દરેક સંબંધને પરિપૂર્ણ કરવા માટે વ્યક્તિનું ચારિત્ર્ય સારું હોવું જરૂરી છે. જો તેના ચરિત્રમાં કોઈ ખામી હોય તો તે ક્યારેય કોઈનો સારો જીવનસાથી બની શકે નહીં.

English summary
Chanakya Niti : Husband wife relationship breaks down because of these reason! Correct these 5 mistakes today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X