Chandra Grahan 2022: ગ્રહણ દરમિયાન પોતાની રાશિ મુજબ કરો દાન, મળશે ધન અને સુખ
આજે એટલે કારતક પૂનમ 8 નવેમ્બર 2022ના રોજ લાગનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ ઘણી રાશિઓ માટે શુભ નથી. આવો જાણીએ કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુઓ દાન કરવી.
Chandra Grahan 2022: આજે એટલે કારતક પૂનમ 8 નવેમ્બર 2022ના રોજ લાગનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ ઘણી રાશિઓ માટે શુભ નથી. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થઈ રહ્યુ છે. મેષ રાશિનો સ્વામી મંગળ વર્તમાન ગોચરમાં મિથુન રાશિમાં વક્રી ચાલી રહ્યો છે. તેથી ઘણી રાશિઓ પર તેની વિપરીત અસર પડશે. ગ્રહણના દોષથી બચવા માટે તમામ રાશિના લોકોએ પોતપોતાની રાશિ પ્રમાણે ગ્રહો સંબંધિત વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. આનાથી ગ્રહણની અશુભ અસરથી બચી શકાય છે અને શુભ પ્રભાવમાં વૃદ્ધિ થાય છે. દાનથી ધન-સંપત્તિ, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુઓ દાન કરવી.

- મેષ: મસૂર, ગોળ, લાલ ચંદન, લાલ સુતરાઉ કાપડ, લાલ ફૂલ, તાંબાનો કલશ, કેસર.
- વૃષભ: ચોખા, સફેદ ચંદન, સફેદ ફૂલ, ચાંદીનો ચોરસ ટુકડો, દહીં, ખાંડ.
- મિથુન: લીલા વસ્ત્રો, ઘી, નીલમણિ, સોનુ, કપૂર, શંખ, વિવિધ ફળો, ભોજન.
- કર્કઃ ચોખા, સફેદ વસ્ત્ર, સાકર, ચાંદી, ઘી, શંખ, દહીં, મોતી, કપૂર.
- સિંહ: ગોળ, ગાય, કમળનુ ફૂલ, લાલ ચંદન, તાંબુ, કેસર, માણેક.
- કન્યા: સોનુ, લીલા વસ્ત્રો, ઘી, કપૂર, શંખ, નીલમણિ, વિવિધ ફળો, ભોજન.
- તુલા: ચાંદીનો ગોળ ટુકડો, દહીં, ચોખા, સફેદ ચંદન, સફેદ ફૂલ, ખાંડ.
- વૃશ્ચિક: તાંબાનો કલશ, કેસર, મસૂર, ગોળ, લાલ ચંદન, લાલ વસ્ત્ર, લાલ ફૂલ.
- ધન: પીળા અનાજ, પીળા કપડાં, ઘી, પીળા ફૂલ, પીળા ફળ, હળદર, પુસ્તક, મધ, મીઠુ.
- મકર: કાળા તલ, કાળો અડદ, કાળા કપડાં, લોખંડ, કાળી ગાય, તેલ.
- કુંભ: કાળા કપડા, લોખંડ, કાળા તલ, કાળો અડદ, કાળી ગાય, તેલ.
- મીનઃ હળદર, પીળા રેશમી કપડા, પીળા ફળ, હળદર, ચણાની દાળ, સોનુ, પોખરાજ.
ક્યારે દાન કરવુ
જાતકે પોતાની રાશિ પ્રમાણે ઉપરોક્તમાંથી કોઈપણ બે વસ્તુઓ પસંદ કર્યા પછી પોતાની ક્ષમતા અનુસાર માત્રા નક્કી કરીને ગ્રહણના સમયગાળા દરમિયાન દાન કરવાની પ્રતિજ્ઞા લેવી. જો કોઈ યોગ્ય વ્યક્તિ દાન લેવા માટે જોવા મળે તો ગ્રહણ કાળ દરમિયાન દાન કરવુ નહીં તો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને દાન કરવુ અથવા મંદિરમાં મૂકી આવવુ.












Click it and Unblock the Notifications
