Chandra grahan 2025 : 14 માર્ચે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
Chandra grahan 2025 : 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ 14 માર્ચે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં હશે.
જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેના સૂતક કાળની માન્યતા નથી. તેમ છતાં કોઈપણ ખગોળીય ઘટના સમગ્ર બ્રહ્માંડ પર અસર પાડતી હોય છે અને તમામ રાશિઓ પર તેની અસર થવાની શક્યતા છે.

આ વર્ષ દરમિયાન ત્રણ ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ જોવા મળશે. માર્ચ મહિનામાં જ બીજું ગ્રહણ થશે, જે ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે. જો કે, તે પણ ભારતમાં દેખાશે નહીં. વર્ષ દરમિયાન થનારા કુલ છ ગ્રહણોમાંથી માત્ર 7-8 સપ્ટેમ્બરના દિવસે થનારું ચંદ્રગ્રહણ જ ભારતમાં દેખાશે.
આ સિવાય અન્ય કોઈ ગ્રહણ ભારતીય ઉપખંડમાં દેખાશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે ગ્રહણ નજરે દેખાતા નથી તેમના સૂતક રાખવાની જરૂર નથી.
આ ગ્રહણ સવારે 10:39 કલાકે શરૂ થશે. ગ્રહણનો મધ્ય ભાગ બપોરે 12:29 કલાકે આવશે. આ ગ્રહણ બપોરે 2:18 કલાકે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ અમેરિકા, પશ્ચિમ યુરોપ, પશ્ચિમ આફ્રિકા અને એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે.
માર્ચના અંતમાં 29મી તારીખે આંશિક સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ બપોરે 2:20 કલાકે શરૂ થશે અને તે અમેરિકા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, યુરોપ અને ઉત્તર-પશ્ચિમ રશિયામાં જોવા મળશે.
આ સિવાય 7 સપ્ટેમ્બરે થનારા ચંદ્રગ્રહણનું ખાસ મહત્વ છે, કારણ કે તે ભારતમાં જોવા મળશે. આ ગ્રહણ રાત્રે 9:56 કલાકે શરૂ થશે, ગ્રહણનો મધ્ય ભાગ 11:41 કલાકે હશે અને અંત 1:26 કલાકે આવશે.
આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને 30 મિનિટ જેટલું લાંબું રહેશે. 21 સપ્ટેમ્બરના રોજ વર્ષનું અંતિમ ગ્રહણ થશે, જે આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવા મળશે.
જે ગ્રહણ ભારતમાં દેખાતા નથી, તેવા ગ્રહણોના સૂતકનું પાલન કરવાની જરૂર નથી. તેમ છતાં ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન જવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો કે વૈજ્ઞાનિક રીતે ગ્રહણ દરમિયાન કોઈ નિશ્ચિત નુકસાન થવાના પુરાવા નથી પરંતુ જ્યોતિષ મુજબ કેટલાંક ઉપાયો અનુસરવામાં આવે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
